Not Set/ #કોરોના નો કકડાટ/ મહેસાણામાં એક સાથે નવા 21 પોઝિટીવ કેસથી ખડભડાટ

કોરોનાનો કહેર કેટલી હદે વરસીરહ્યો છે તે હવે કહેવાનો પ્રશ્ન જ નથી રહ્યો. કોરોનાનાં કહેરને કારણે સામાન્ય જનજીવન છેલ્લે કેટલાક મહિનાથી ટલ્લે ચડેલુ છે, તો કોરોનાનાં કારણે આપવામાં આવેલ  લોકડાઉનને વિશ્વભરનાં લોકોને બાનમાં પણ લીધાનું સર્વજ્ઞ છે. દેશની સાથે સાથે કોરોનાને નાથવા ગુજરાતમાં પણ લોકડાઉન લાગુ છે અને આજે લોકડાઉન પાર્ટ – 2નો છેલ્લો એટલે […]

Gujarat Others
1744fe1f370142d1808ba1a3f7f5f8a6 #કોરોના નો કકડાટ/ મહેસાણામાં એક સાથે નવા 21 પોઝિટીવ કેસથી ખડભડાટ

કોરોનાનો કહેર કેટલી હદે વરસીરહ્યો છે તે હવે કહેવાનો પ્રશ્ન જ નથી રહ્યો. કોરોનાનાં કહેરને કારણે સામાન્ય જનજીવન છેલ્લે કેટલાક મહિનાથી ટલ્લે ચડેલુ છે, તો કોરોનાનાં કારણે આપવામાં આવેલ  લોકડાઉનને વિશ્વભરનાં લોકોને બાનમાં પણ લીધાનું સર્વજ્ઞ છે. દેશની સાથે સાથે કોરોનાને નાથવા ગુજરાતમાં પણ લોકડાઉન લાગુ છે અને આજે લોકડાઉન પાર્ટ – 2નો છેલ્લો એટલે કે 40મો દિવસ છે. જો કે સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે લોકડાઉન – 3 લાગુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે પણ કોરોનાનાં પ્રસરવ બેફામ જોવામાં આવ્યો છે. 

વાત કરવામાં આવે નવા પોઝિટીવ કેસની તો મહેસાણા જીલ્લામાં નવા 21 પોઝીટીવ કેસ નોંધવામાં આવતાખડભડાટ મચી જવા પામ્યો છે. આ તમામ 21 લોકોમાંથી  ૩ લોકો સાંઇક્રિષ્ના હોસ્પિટલમાં અને 18 લોકો વડનગર સિવિલમા દાખલ છે. ઉલ્લેખનીય છે કે, વડનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પાર્થ પટેલનો કોરોના ટેસ્ટ પોઝીટીવ છે. ડોક્ટરે  બે દિવસ opd પણ એટેન્ડ કરેલ છે. તો સામે ખેરાલૂ પોલીસ લાઇનમા પણ એક પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યો છે. ખેરાલૂની ટિકટોક સ્ટાર પોલીસ કર્મી અપિતા ચોધરી પણ કોરોનાની ચપેટમાં આવી ગઇ હોવાનું સામે આવે છે. 

મહેસાણા જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો હોવા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. એક જ દિવસમાં  કોરોના પોઝિટીવનાં 21 કેસ સામે આવ્યા છે. વડનગરના મોલિપુર ગામમાં 7 સ્થાનીકો અને બે સ્થાનિક આરોગ્ય કર્મી મળી 9 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.  કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ગોપાલ ઠાકો ને કોરોના પોઝિટીવ આવ્યો છે. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર યોગેશ પટેલનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આ 9 નવા કેસ સાથે ટોટલ વડનગરનાં મોલીપુરમાં 10 કેસ પર આંક પહોંચી ગયો છે. 

મહેસાણા બોરીયાવીમાં વધુ એક કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યો છે. એક 32 વર્ષીય યુવાનને કોરોૃના પોઝિટીવ આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. પિંદેશ કુમાર સોલંકી નામના યુવાનનો કોરોના પોઝિટીવ સામે આવ્યો છે. સતલાસણા તાલુકામાં નવા ચાર કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ઉમરી ગામના મુંબઇથી આવેલ એક આધેડનો પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. સતલાસણાના પત્રકાર સંજય સોની પણ કોરનાની ચપેટમાં આવી ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. 

આમ કુલ મળીને વાત કરવામાં આવે તો મહેસાણા જીલ્લામાં તમામ પ્રકારા ફસ્ટલાઇન કોરોના વોરિયર્સના કેસ પોઝિટીવ નોંધવામાં આવતા વઘુ ચિંતા વ્યાપી છે.  ડોક્ટર, પોલીસમેન અન પત્રકાર સહિતનાં ફસ્ટલાઇન વોરિર્યસને કોરોનાએ અભળાવી દેતા સામાન્ય માણસો સહિત તંત્ર પણ દોડતુ થઇ ગયુ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, કોરોના સામેની લડાઇનો પહેલો નિયમ યાદ રાખવો અત્યંત અનિવાર્ય છે અને તે છે ઘરમાં રહો, સચેત રહો અને સંયમથી રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

  • લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન