Not Set/ કોરોના પર રાજકારણ/ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબીત પાત્રા સામે પોલીસમાં અરજી

કોરોનાના મહામારી વચ્ચે રાજકારણ પણ ગરમાય રહ્યું છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સંબીત પાત્રા વિરુદ્ધ સુરતના સાયબર ક્રાઇમ અને પોલીસ કમિશ્નરમાં અરજી કરવામાં આવી છે.સંબીત પાત્રાએ થોડા દિવસ પહેલા પ્રિયંકા ગાંધી( વાડ્રા )ના વિરુદ્ધમાં ટ્વીટ કર્યું હતું.પ્રિયંકા ગાંધીએ શ્રમિકોને પોતાના વતન જવા માટે 100 બસોની વ્યવસ્થા કરી આપી હતી. આ ઘટના પર પ્રિયંકા ગાંધી એ ટ્વીટ પણ […]

Gujarat Surat
3a87b3dd8b292f1b86bafc94001e8085 કોરોના પર રાજકારણ/ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબીત પાત્રા સામે પોલીસમાં અરજી

કોરોનાના મહામારી વચ્ચે રાજકારણ પણ ગરમાય રહ્યું છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સંબીત પાત્રા વિરુદ્ધ સુરતના સાયબર ક્રાઇમ અને પોલીસ કમિશ્નરમાં અરજી કરવામાં આવી છે.સંબીત પાત્રાએ થોડા દિવસ પહેલા પ્રિયંકા ગાંધી( વાડ્રા )ના વિરુદ્ધમાં ટ્વીટ કર્યું હતું.પ્રિયંકા ગાંધીએ શ્રમિકોને પોતાના વતન જવા માટે 100 બસોની વ્યવસ્થા કરી આપી હતી.

ઘટના પર પ્રિયંકા ગાંધી ટ્વીટ પણ કર્યું હતું. જેમાં ભાજપ પ્રવક્તા સંબીત પાત્રાએ વળતા ટ્વીટ કરી કેટલાક વાહનોના નંબર પોસ્ટ કરી જણાવ્યું હતું કે પ્રિયંકા વાડ્રાએ બસની જગ્યા ટેમ્પો, ટ્રેક્ટર, ટ્રક જેવા વાહનો મોકલી શ્રમિકોની મજાક કરી રહયા છે. જોકે સુરતના યુથ કોંગ્રેસના નેતા અને વકીલ પાર્થ લાખાણી દ્વારા પોસ્ટ કરાયેલા નંબર સરકારની ઇપરિવહન વેબસાઈટ પર તાપસ કરતા તે ખરેખર બસનું પાસિંગ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ યુથ કોંગ્રેસ નેતા પાર્થ લાખાણી દ્વારા ભાજપ પ્રવક્તા સંબીત પાત્રા સામે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી પોસ્ટ કરી કોંગ્રેસની છબી ખરડાવાનું ગુનાહિત કર્યા કરવા સામે પોલીસમાં અરજી કરી તાપસની માંગ કરી છે. આગામી દિવસોમાં અરજી પર જો તાપસ નહિ થશે તો કોર્ટ ફરિયાદ કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન