Not Set/ કોરોના યથાવત્ છે/ ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસ, અમરેલી સહિતનાં જીલ્લામાં હાહાકાર

કોરોનાનો હાઉભલે લોકોનાં માનસ પરથી જતો રહ્યો હોય તેવી રીતે લોકો વર્તી રહ્યા છે, પરંતુ કોરોના આજે પણ ગુજરાતનાં ખુણે ખુણે હાહાકાર મચાવી રહ્યો છે. અને ગુજરાતમાં કોરોના રોજઆવતા આંકડામાં 700+ની સપાટી પર જોવામાં આવી રહ્યો છે. એ વાત પણ વિદિત છે કે, કોરોનાનાં વઘતા સંક્રમણની સામે કોરોનાનાં કારણે નોંધવામાં આવતા મોતની સંખ્યા ઓવર ઓલ […]

Gujarat Others
b67f24583e765a93eb62c940384072ec કોરોના યથાવત્ છે/ ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસ, અમરેલી સહિતનાં જીલ્લામાં હાહાકાર

કોરોનાનો હાઉભલે લોકોનાં માનસ પરથી જતો રહ્યો હોય તેવી રીતે લોકો વર્તી રહ્યા છે, પરંતુ કોરોના આજે પણ ગુજરાતનાં ખુણે ખુણે હાહાકાર મચાવી રહ્યો છે. અને ગુજરાતમાં કોરોના રોજઆવતા આંકડામાં 700+ની સપાટી પર જોવામાં આવી રહ્યો છે. એ વાત પણ વિદિત છે કે, કોરોનાનાં વઘતા સંક્રમણની સામે કોરોનાનાં કારણે નોંધવામાં આવતા મોતની સંખ્યા ઓવર ઓલ બઘે જ ધટતી નોંધવામાં આવી રહી છે. શું માત્ર આજ  કારણ હશે કે લોકો કહી રહ્યા છે કોરોના, કઇ નહી થાય….

આવુ બીલકુલ નથી આને કોરોનાથી સાવચેતીની આજે પણ જરુરી છે. નહીતર આ કોરોના છે અને કોરોનાને લાઇટ્લી લેવો બીલકુલ હિતાવહ નથી તે બધાની જાણમાં જ છે. તમામ હકીકતો અને વાતો વચ્ચે કોરોનાનું  સંક્રમણ ગુજરાતમાં વધતુ જ જોવામાં આવી રહ્યું હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ગઇકાલે સામે આવેલા અઘઘઘ 700+ કેસ પછી આજે પણ એવી જ હાલત જોવામાં આવી રહી છે અને આજે પણ ગુજરાતનાં આનેક જીલ્લામા બપોર સુધીમાં અધધધ કેસ સામે આવ્યા છે.  

વાત કરવામાં આવે બનાસની તો,  બનાસકાંઠામાં કોરોનાથી વધુ એક દર્દી મોત નીપજ્યાનાં સમાચાર આવી રહ્યા છે. જીહા  પાલનપુરમાં એક પુરૂષનું કોરોનાથી મોત નીપજ્યું છે. ચાર તારીખે કોરોના પોઝીટીવ દર્દી તરીકે દાખલ થયા હતા, તેમનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યુ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાથી કુલ 15 લોકોના મોત

ભાવનગરમાં પણ કોરોનાનાં વધુ 5 નવા કેસ નોંધાયા છે. ભાવનગરનાં કણબીવાડમાં વિસ્તારમાં જ એક સાથે 5 નવા કેસ નોંધાયા હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. ભાવનગરમાં એક દિવસમાં બપોર સુધીમાં કુલ 21 કેસ નોંધાયા છે. 

સુરેન્દ્રનગર જીલ્લાની તો સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં નવા 5 કેસ નોંધાયા છે. વઢવાણ તાલુકાનાં ખોંડુમા 1, ધાંગધ્રામાં 1, લીંબડીમાં 1,  મુળી તાલુકાનાં સોમાસરમાં  1 કે અને પાટડીના આલમપુરમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. તમામ દર્દીઓને લીંબડીની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. આજે સામે આવેલા કેસ સાથે જીલ્લામાં કુલ કોરોના પોઝિટિવનો આંક 231 થયો છે. 

અમરેલી કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે. બાબારામાં 57 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. સાવરકુંડલામાં 74 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. વણોટના ૬૦ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. બગસરાના 75 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. 

અરવલ્લીમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ આવ્યો છે. મોડાસાના રાણાસૈયદમાં કોરોનાનો કેસ નોંધાવામાં આવ્યો છે. ચાંદટેકરીમાં કોરોનાના કેસ નોધાયા સાથે જીલ્લામાં કુલ ૨૪૮ કોરોનાના કેસ નોંધવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews