Not Set/ રાહુલ ગાંધી પર ફિલ્મ નિર્માતા અશોક પંડિતનો તંજ, કહ્યુ- તેમણે પરીક્ષા પણ નકલ કરીને પાસ કરી હશે

બોલિવૂડ ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કોંગ્રેસનાં નેતા અને પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ નકલ કરીને જ પરીક્ષા પાસ કરી હશે. ખરેખર રાહુલ ગાંધી સ્થાયી સમિતિની બેઠકમાં સામેલ થયા ન હોતા. આ વિશે અશોક પંડિતે એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો […]

India
485a0f092e8b4fd4329f2393a547d4b8 1 રાહુલ ગાંધી પર ફિલ્મ નિર્માતા અશોક પંડિતનો તંજ, કહ્યુ- તેમણે પરીક્ષા પણ નકલ કરીને પાસ કરી હશે

બોલિવૂડ ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કોંગ્રેસનાં નેતા અને પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ નકલ કરીને જ પરીક્ષા પાસ કરી હશે. ખરેખર રાહુલ ગાંધી સ્થાયી સમિતિની બેઠકમાં સામેલ થયા ન હોતા. આ વિશે અશોક પંડિતે એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. અશોક પંડિતે પોતાના ટ્વીટ સાથે સ્ક્રીનશોટ શેર કર્યો છે.

અશોક પંડિતે ટ્વિટમાં લખ્યું કે, ‘મને ખાતરી છે કે રાહુલ ગાંધીએ પરીક્ષા પણ નકલ કરીને પાસ કરી હશે. કારણ કે તેઓ જરૂર ક્લાસ બંક કરતા હશે. એ જ રીતે, તે ક્યારેય સંરક્ષણ બેઠકમાં ગયા નથી અને બેશરમની જેમ વ્યાખ્યાન આપવા માંગે છે. અશોક પંડિતનાં આ ટ્વીટ પર જો કોઈએ તેમનું સમર્થન કર્યું, તો કોઈએ તેમ કહેવુ પસંદ કર્યું નહીં. વળી, કોઈએ તેમની ટ્વિટ પર પણ ચુટકી લીધી હતી.