Not Set/ #કોરોના વાયરસ / દુનિયામાં કોરોનાનો વધી રહ્યો છે કહેર,જાણો કયા દેશોમાં મ્રુત્યુઆંકમા થયો વધારો

શનિવારે ઇટાલીમાં કોરોના વાયરસના ચેપને કારણે થતાં મૃત્યુની સંખ્યા 19 હજારને વટાવી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લોકોને આ ખતરનાક વાયરસનો ચેપ લાગ્યો છે. જો કે, દેશમાં હોસ્પિટલો અને આઈસીયુમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ઇટાલીમાં કોવિડ -19 માં કુલ 1,52,271 લોકોને ચેપ લાગ્યાં છે, જેમાંથી 19,468 લોકોનાં મોત નીપજ્યાં છે. […]

World

શનિવારે ઇટાલીમાં કોરોના વાયરસના ચેપને કારણે થતાં મૃત્યુની સંખ્યા 19 હજારને વટાવી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લોકોને આ ખતરનાક વાયરસનો ચેપ લાગ્યો છે. જો કે, દેશમાં હોસ્પિટલો અને આઈસીયુમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ઇટાલીમાં કોવિડ -19 માં કુલ 1,52,271 લોકોને ચેપ લાગ્યાં છે, જેમાંથી 19,468 લોકોનાં મોત નીપજ્યાં છે. અધિકારીઓએ લોકોને કહ્યું છે કે જો નવા કેસો અને મૃતકોની સંખ્યામાં ઘટાડો થાય છે, તો પણ આપણે જાગ્રત રહેવાની જરૂર છે.

તમને જણાવી દઈયે કે કોરોના વાયરસ રોગચાળાને કારણે વિશ્વભરમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક લાખનો આંકડો વટાવી ગઈ છે. શનિવારે તે વધીને 1,03,141 પર પહોંચી ગઈ છે. શનિવારે સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે ન્યૂઝ એજન્સી દ્વારા તૈયાર કરેલા કોષ્ટક મુજબ, કોવિડ -19 થી વિશ્વમાં 1,03,141 લોકો મૃત્યુ પામ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનમાં વાયરસનો વિકાસ થયો હોવાથી, વિશ્વના 193 દેશો અને પ્રદેશોમાં એક લાખથી વધુ લોકોનાં મોત સાથે ચેપના 17,00,760 થી વધુ કેસ નોંધાયા છે.

કોરોના વાયરસના ચેપથી વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ ઇટાલીમાં થયા છે, જ્યાં 18,849 લોકો મૃત્યુ પામ્યા છે અને ચેપના કુલ કેસોની સંખ્યા 1,47,577 રહી છે. ચેપગ્રસ્ત વ્યક્તિના મૃત્યુમાં અમેરિકા બીજા ક્રમે છે, જ્યાં 18,777 લોકો મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, સૌથી વધુ ચેપ અમેરિકામાં છે જ્યાં અત્યાર સુધી 5,01,615 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સ્પેનમાં ચેપના 1,61,852 કેસ નોંધાયા છે, જેમાં 16,353 લોકોનાં મોત નીપજ્યાં છે. ફ્રાન્સમાં, ચેપના 1,24,869 કેસો નોંધાયા છે, જેમાંથી 13,197 લોકો મૃત્યુ પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.