Not Set/ કોરોના સંકટ વચ્ચે અંતરિક્ષથી આવી રહી છે મોટી આફત, 24 કલાક બાકી અને પછી…

હાલમાં, સમગ્ર વિશ્વ કોરોના વાયરસનાં સંકટનો સામનો કરી રહ્યું છે. તે દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે પૃથ્વી પરથી એક મોટી દુર્ઘટના પસાર થવાની છે. જેમાં માત્ર 24 કલાક બાકી છે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ, OR2 નામનો 1998 નો ઉલ્કા બુધવારે પૃથ્વીની નજીકથી પસાર થશે. જો તેની દિશામાં થોડો ફેરફાર થાય છે તો ભય ખૂબ વધી […]

World
08bc7bc2d1ef371b84c8cdec48f8304c કોરોના સંકટ વચ્ચે અંતરિક્ષથી આવી રહી છે મોટી આફત, 24 કલાક બાકી અને પછી...

હાલમાં, સમગ્ર વિશ્વ કોરોના વાયરસનાં સંકટનો સામનો કરી રહ્યું છે. તે દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે પૃથ્વી પરથી એક મોટી દુર્ઘટના પસાર થવાની છે. જેમાં માત્ર 24 કલાક બાકી છે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ, OR2 નામનો 1998 નો ઉલ્કા બુધવારે પૃથ્વીની નજીકથી પસાર થશે. જો તેની દિશામાં થોડો ફેરફાર થાય છે તો ભય ખૂબ વધી શકે છે. દુનિયાભરનાં વૈજ્ઞાનિકો તેના પર દૃષ્ટિકોણ રાખી રહ્યા છે.

ff2efbabe71254e866dce975cd6dfe08 કોરોના સંકટ વચ્ચે અંતરિક્ષથી આવી રહી છે મોટી આફત, 24 કલાક બાકી અને પછી...

યુએસ સ્પેસ એજન્સી નાસાએ દોઢ મહિના પહેલા આ વાતનો ખુલાસો કર્યો હતો. એજન્સીએ કહ્યું હતું કે, એક મોટો એસ્ટરોઇડ, એટલે કે એક ઉલ્કાપિંડ, ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઉલ્કા આકારમાં પર્વત સમાન છે. ઉલ્કાનાં વેગ વિશે વાત કરીએ તો તે કલાકનાં 31,319 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યુ છે. આનો અર્થ થાય છે 8.72 કિલોમીટર પ્રતિ સેકંડ. એવું માનવામાં આવે છે કે, જો તે આટલી ઝડપે પૃથ્વીનાં કોઈપણ ભાગ સાથે ટકરાશે, તો ત્યા સુનામી આવી શકે છે. આ સાથે જોડાયેલા ઘણા ફોટા પણ આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

9b83e1ae92f68cbc98b1dd8ba0470ca5 કોરોના સંકટ વચ્ચે અંતરિક્ષથી આવી રહી છે મોટી આફત, 24 કલાક બાકી અને પછી...

આ ઘટનાથી દુનિયાભરના લોકો ચિંતિત છે. દરમિયાન, નાસા કહે છે કે આ ઉલ્કાથી ગભરાવાની કોઈ જરૂર નથી. આ કારણ છે કે તે પૃથ્વીથી લગભગ 62.90 લાખ કિલોમીટરનાં અંતરેથી નિકળશે. જો કે અંતરિક્ષ વિજ્ઞાનમાં આ અંતરને ખૂબ વધારે માનવામાં આવતું નથી, પરંતુ તેને ખૂબ ઓછું પણ નહી માનવામાં આવતું. આ ઉલ્કાને 52,768 (1998 OR 2) નામ આપવામાં આવ્યું છે. 1998 માં નાસા દ્વારા તેને પ્રથમવાર જોવામાં આવ્યું હતું. તેનો વ્યાસ લગભગ 4 કિલોમીટર છે. નાસાનાં વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર નાસાનાં સેન્ટર ફોર નિયર અર્થ સ્ટડીઝનાં જણાવ્યા અનુસાર, બુધવારે, 29 એપ્રિલ, પૂર્વી સમય મુજબ સવારે 5:56 વાગ્યે, ઉલ્કા પૃથ્વી પરથી પસાર થશે.

Massive Asteroid Predicted To FlyBy Earth On April 29! Will It ...

આ વિશે એક અતંરિક્ષ વિજ્ઞાનીનું કહેવુ છે કે, ઉલ્કાપિંડ 52,768 સૂર્યનો એક ચક્રર લગાવવામાં 1,340 દિવસ અથવા 3.7 વર્ષ લે છે. આ પછી, પૃથ્વી તરફ ઉલ્કાનાં 52,768 (1998 OR 2) નો ધરતી પર આવતો ચક્રર 18 મે, 2031 ની આસપાસ થઈ શકે છે. તે સમયે તે 1.90 કરોડ કિલોમીટરનાં અંતરથી નિકળી શકે છે. ખગોળશાસ્ત્રીનાં જણાવ્યા મુજબ, આવી ઉલ્કાનાં દર સો વર્ષમાં પૃથ્વી પર અથડાવાની 50 હજાર શક્યતાઓ હોય છે. પરંતુ તે કોઈને કોઇ રીતે પૃથ્વી પરથી પસાર થાય છે. આ કિસ્સામાં ખગોળશાસ્ત્રીઓ એમ પણ કહે છે કે નાના ઉલ્કાઓ થોડા મીટરનાં હોય છે. તેઓ સામાન્ય રીતે વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ સળગી જાય છે. તેનાથી કોઈ મોટું નુકસાન થવાનું જોખમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.