Not Set/ કોરોના સંકટ વચ્ચે ગ્રેટર નોઈડામાં ખુલ્લેઆમ ચાલી રહ્યુ હતુ સેક્સ રેકેટ, પોલીસે દરોડો પાડી કર્યો ખુલાસો

સમગ્ર દેશ જ્યારે કોરોના સંકટ સામે લડી રહ્યુ છે ત્યારે લોકડાઉન લાગુ કરીને તેને હરાવવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સમયે પણ ઘણી જગ્યાએ અમુક લોકો આ લોકડાઉનની અવગણના કરતા ખોટા ધંધા ચલાવી  રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશનાં ગ્રેટર નોઈડામાં ગેસ્ટ હાઉસ પર દરોડા પાડીને પોલીસે સેક્સ રેકેટનો ખુલાસો […]

India
6a2228f4c495b5652edc1e29aa96516f 1 કોરોના સંકટ વચ્ચે ગ્રેટર નોઈડામાં ખુલ્લેઆમ ચાલી રહ્યુ હતુ સેક્સ રેકેટ, પોલીસે દરોડો પાડી કર્યો ખુલાસો

સમગ્ર દેશ જ્યારે કોરોના સંકટ સામે લડી રહ્યુ છે ત્યારે લોકડાઉન લાગુ કરીને તેને હરાવવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સમયે પણ ઘણી જગ્યાએ અમુક લોકો આ લોકડાઉનની અવગણના કરતા ખોટા ધંધા ચલાવી  રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશનાં ગ્રેટર નોઈડામાં ગેસ્ટ હાઉસ પર દરોડા પાડીને પોલીસે સેક્સ રેકેટનો ખુલાસો કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી બે મહિલા સહિત છ લોકોની અટકાયત કરી છે. આરોપી પાસેથી રોકડ, મેકઅપ સહિતની અનેક વસ્તુઓ મળી આવી હતી. આપને જણાવી દઈએ કે, ગ્રેટર નોઈડાની બીટા-2 પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયાને માહિતી આપતા, ગ્રેટર નોઈડાનાં ડેપ્યુટી કમિશનર, રાજેશકુમાર સિંહે જણાવ્યું કે, પોલીસને ગેરકાયદેસર દેહ વેપારની ગુપ્ત માહિતી મળી હતી. પોલીસે ઘટના સ્થળે જઈ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન માહિતી સાચી પડી અને ઘટના સ્થળેથી છ લોકોની ધરપકડ કરવામાં આવી. પોલીસે જણાવ્યું હતું કે ગેસ્ટ રૂમમાંથી રૂપિયા 12,600 ની રોકડ રકમ, મોબાઇલ, મેક-અપ વસ્તુઓ, કોન્ડોમ અને ગર્ભનિરોધક દવાઓ મળી આવી છે. પકડાયેલા લોકોમાં ગેસ્ટ હાઉસનાં મેનેજર અને માલિકનો સમાવેશ થાય છે.

પોલીસે જણાવ્યું હતું કે, ગેસ્ટ હાઉસનાં માલિક અનીશ કશ્યપ, મેનેજર દીપાલ કૃષ્ણા, રાહુલ શર્મા, નીરજ કુમાર અને બે મહિલાઓને સ્થળ પરથી પકડવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી એક સ્કૂટી, 7 મોબાઈલ ફોન, 2 બાઇક, એટીએમ કાર્ડ, આધારકાર્ડ, હોટલ રજિસ્ટ્રર, ડે બુક વગેરે મળી આવ્યા છે. આ કેસમાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.