Not Set/ કોરોના સંકટ વચ્ચે ટ્રમ્પનો બફાટ, અમેરિકન ઈતિહાસનો હુ છું સૌથી મહેનતુ રાષ્ટ્રપતિ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિવેદનોને કારણે કેટલાક સમયથી ચર્ચામાં છે. હવે તેમણે ફરીથી એક ટ્વીટ કર્યું છે, જે બાદ વિવાદ ફરી વધશે, જે ચોક્કસ બનશે. ટ્રમ્પે પોતાને અમેરિકન ઇતિહાસમાં સૌથી મહેનતુ રાષ્ટ્રપતિ ગણાવ્યા છે. આ સાથે તેમણે ફરીથી મીડિયા પર પ્રહારો કર્યા છે. આપને જણાવી દઈએ કે, અમેરિકામાં કોરોના વાયરસનાં રોગચાળા બાદ ટ્રમ્પ વહીવટીતંત્રની […]

World
26e3be819689c2fed0eb309775c1aff5 કોરોના સંકટ વચ્ચે ટ્રમ્પનો બફાટ, અમેરિકન ઈતિહાસનો હુ છું સૌથી મહેનતુ રાષ્ટ્રપતિ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિવેદનોને કારણે કેટલાક સમયથી ચર્ચામાં છે. હવે તેમણે ફરીથી એક ટ્વીટ કર્યું છે, જે બાદ વિવાદ ફરી વધશે, જે ચોક્કસ બનશે. ટ્રમ્પે પોતાને અમેરિકન ઇતિહાસમાં સૌથી મહેનતુ રાષ્ટ્રપતિ ગણાવ્યા છે. આ સાથે તેમણે ફરીથી મીડિયા પર પ્રહારો કર્યા છે. આપને જણાવી દઈએ કે, અમેરિકામાં કોરોના વાયરસનાં રોગચાળા બાદ ટ્રમ્પ વહીવટીતંત્રની આકરી ટીકા થઈ રહી છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું, ‘જે લોકો મને ઓળખે છે અને અમારા દેશનો ઇતિહાસ જાણે છે તેઓ કહે છે કે હું અમેરિકાનો સૌથી મહેનતી રાષ્ટ્રપતિ છું. મને તે વિશે ખબર નથી પરંતુ હું ખૂબ જ મહેનતુ છું અને સાડા ત્રણ વર્ષમાં જે કામ કર્યું છે તે ઈતિહાસમાં કોઈએ કર્યું નથી. આ પછી, તેમણે એક ટ્વિટમાં લખ્યું, ‘ફેક ન્યૂઝને તેનાથી નફરત છે.આ વખતે નવેમ્બરમાં યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાવાની છે અને રોગચાળા પછી ચૂંટણી કેવી ફેરવાય છે તે જોવું રસપ્રદ રહેશે.

રિપબ્લિકન પાર્ટી વતી ટ્રમ્પ ફરી નસીબ અજમાવી રહ્યા છે. તાજેતરમાં ટ્રમ્પે એક નિવેદન આપ્યું છે જેણે તેમને વિવાદોમાં ઘેરી લીધા છે. ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે વૈજ્ઞાનિકોને એક અજીબોગરીબ સૂચન આપ્યો હતો. ટ્રમ્પે વૈજ્ઞાનિકોને કહ્યુ છે કે, તેઓ આ વાતની તપાસ કરે કે શું કોઇ રીતે માણસોનાં શરીરમાં પ્રકાશ, ગરમી રે પછી કીટાણુનાશકને ઈજેક્શન મારફતે પહોંચાડી શકાય છે. તેઓ ટ્રમ્પનાં આ નિવેદનનોનો સખત વિરોધ કરી રહ્યા છે. નિવેદનમાં વિવાદ જોઈને ટ્રમ્પે કહ્યું કે, જંતુનાશક દવાનાં ઇન્જેક્શન અંગે તેમણે જે નિવેદન આપ્યું તે ખાલી એક વ્યંગ્ય હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.