Not Set/ કોરોના સંકટ વચ્ચે North Korea નાં તાનાશાહ કિમ જોંગ ઉનની તબિયત લથડી

દુનિયાભરમાં કોરોના વાયરસનાં કહેર વચ્ચે ઉત્તર કોરિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી, જે નિષ્ફળ ગઈ છે. તેની હાલત નાજુક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે કિમ જોંગની હાલત ખૂબ જ ખરાબ છે અને તેની મોત પણ થઇ શકે તેવી […]

World

દુનિયાભરમાં કોરોના વાયરસનાં કહેર વચ્ચે ઉત્તર કોરિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી, જે નિષ્ફળ ગઈ છે. તેની હાલત નાજુક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે કિમ જોંગની હાલત ખૂબ જ ખરાબ છે અને તેની મોત પણ થઇ શકે તેવી સ્થિતિ બની છે. તાજેતરમાં કિમ જોંગે દેશની રાષ્ટ્રીય રજાનાં કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો, જેના પછી અટકળો શરૂ થઈ હતી કે તે બીમાર છે. 15 એપ્રિલનાં રોજ કિમ જોંગ ઉનનાં દાદા અને દેશનાં નિર્માતા કહેવાતા કિમ ઇલ સુંગની જન્મજયંતી હોય છે અને નોર્થ કોરિયા આ દિવસને રાષ્ટ્રીય રજા તરીકે ઉજવે છે.

તાજેતરમાં, કિમ જોંગ ઉને તેની નાની બહેન કિમ યો જોંગને દેશ માટે મોટા નિર્ણયો લેતા ઇલીટ ગ્રુપમાં શામેલ કરી હતી. આપને જણાવી દઇએ કે, આ જૂથ અહીં ઉત્તર કોરિયાનાં તમામ વ્યૂહાત્મક નિર્ણયો લે છે અને કિમ યો ની તેમાં પ્રવેશ થયા પછી માનવામાં આવે છે કે તે હવે કિમ જોંગ ઉન પછીની સૌથી શક્તિશાળી નેતા બની ગઈ છે. કિમ યો જોંગને કિમ જોંગનાં રાજકીય સલાહકાર પણ માનવામાં આવે છે. એક અહેવાલ મુજબ, 15 મી એપ્રિલનાં 4 દિવસ પહેલા કિમ જોંગ ઉન એક બેઠકમાં હાજર થયા હતા અને તેમણે દેશનાં પ્રધાનમંડળમાં ઘણા મોટા ફેરફારો પણ કર્યા હતા. કિમ જોંગ ઉન 2011 માં ઉત્તર કોરિયામાં સત્તા પર આવ્યા હતા અને ત્યારથી તેમના દાદાની જન્મજયંતિની ઉજવણી તેમણે ચૂકી નથી. રાજ્યની મીડિયા ચેનલો અને સરકારી કાર્યક્રમોમાં કિમ જોંગની ઘટતી જતી હાજરીને કારણે, શંકા અગાઉ પણ વ્યક્ત કરવામાં આવી હતી કે તે લાંબા સમયથી બીમાર છે અને આ વાતને સરકાર બહાર લાવવા માંગતી નથી. જોકે, ઉત્તર કોરિયા સતત આવા દાવાઓને ખોટા ગણાવી રહ્યું છે.

અગાઉ, કિમ જોંગ તેના પિતા કિમ જોંગ ઇલ નાં સમયમાં પણ આવુ જ જોવા મળ્યુ હતુ, જ્યારે તે 2008 માં રાષ્ટ્રીય રજામાં ભાગ લીધો ન હતો. બાદમાં જાણ કરવામાં આવી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે અને ત્યારબાદ તે બીમાર રહેતા હતા. વર્ષ 2011 માં તેમનું પણ અવસાન થયું. 2014 માં કિમ જોંગ થોડા મહિનાઓ માટે ગુમ થયા હતા, જેના પછી દાવો કરવામાં આવ્યા હતા કે તેઓ બીમાર છે. કિમ જોંગ ઉનનાં પિતા કિમ જોંગ ઇલની પાંચ પત્નીઓ હતી, જેમાં કુલ સાત બાળકો હતા. કિમ યો જોંગ હંમેશાં તેના ભાઈ કિમ જોંગ ઉન સાથે તેની ફિલ્ડ ટ્રિપ્સમાં જોવા મળે છે. કિમ જોંગ ઉન અને કિમ યો જોંગ બંને એક જ માતા-પિતાનાં બાળકો છે. તેના પિતા કિમ જોંગ-ઇલ અને માતા કિમ જોંગ-ઇલની ત્રીજી પત્ની અને ક્યારેક ડાંસર રહેલી, કો યોંગ-હુઇ છે. યો જોંગ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.