Not Set/ કોરોના સંકટ વચ્ચે WhatsApp નો કડક નિર્ણય, મેસેજ ફોરવર્ડની લિમિટમાં કર્યો ઘટાડો

મંગળવારે કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે વોટ્સએપે એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ કહ્યું છે કે, કોરોના વિશે ફેલાયેલી ખોટી માહિતીને રોકવા માટે, તે મેસેજ ફોરવર્ડની મર્યાદા ઘટાડીને એક કરી રહી છે. કંપનીએ એક નિવેદન જારી કરતાં કહ્યું કે, આ સુવિધા મંગળવારથી જ શરૂ થશે. કંપનીએ કહ્યું, ‘અમે તમને એક ફિચર વિશે તમને દરેકને […]

Tech & Auto
01325d746734185da32b72a8929b0d7b 1 કોરોના સંકટ વચ્ચે WhatsApp નો કડક નિર્ણય, મેસેજ ફોરવર્ડની લિમિટમાં કર્યો ઘટાડો

મંગળવારે કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે વોટ્સએપે એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ કહ્યું છે કે, કોરોના વિશે ફેલાયેલી ખોટી માહિતીને રોકવા માટે, તે મેસેજ ફોરવર્ડની મર્યાદા ઘટાડીને એક કરી રહી છે.

કંપનીએ એક નિવેદન જારી કરતાં કહ્યું કે, આ સુવિધા મંગળવારથી જ શરૂ થશે. કંપનીએ કહ્યું, ‘અમે તમને એક ફિચર વિશે તમને દરેકને કહેવા માંગીએ છીએ. ખોટી માહિતીનાં ફેલાવાને રોકવા માટે, હવે એક સમયે ફક્ત એક જ યૂઝર્સને તમે મેસેજ પોર્વર્ડ કરી શકશો. આપને જણાવી દઇએ કે અગાઉ યૂઝર્સ એક સમયે પાંચ લોકો સુધી મેસેજ ફોરવર્ડ કરી શકતા હતા. જ્યારે કોઈ વોટ્સએપ યૂઝર્સ મેસેજ ફોરવર્ડ કરે છે, ત્યારે મેસેજની ટોચ પર બે એરા બનીને આવે છે, જે સૂચવે છે કે મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો છે. આ સુવિધા કંપની દ્વારા જાન્યુઆરી 2019 માં શરૂ કરવામાં આવી હતી.

કંપનીએ કહ્યું કે, ‘આ પગલું ખોટી માહિતી અટકાવવાનાં ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. આ ફોરવર્ડ સંદેશાઓની નવીનતમ મર્યાદા છે. આપને જણાવી દઈએ કે વોટ્સએપ આ દિવસોમાં એક અન્ય સુવિધા લાવવાની તૈયારીમાં છે. કંપની એક સુવિધાનું બીટા ટેસ્ટિંગ કરી રહી છે, જેમાં મેગ્નિફાઇંગ ગ્લાસ ફોરવર્ડ કરેલા મેસેજની બાજુમાં આવશે. કંપનીએ કહ્યું છે કે, આ ફીચર્સની મદદથી, યૂઝર્સ તે મેસેજ વિશે અન્ય સોર્સથી માહિતી એકત્રિત કરી શકશે. આ સુવિધા વિશે વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.