Not Set/ #રિલેશનશીપ/ નિયમિત સેક્સ કરવાના છે ઘણા ફાયદાઓ, જાણો

આપણા દેશમાં સેક્સ નામનાં શબ્દથી લોકો શરમનો અનુભવ કરે છે, ત્યારે આ સંબંધ લગ્ન બાદ કેટલો જરૂરી છે અને કેમ જરૂરી છે તેના ઘણા કારણો છે. એવા જ ઘણા કારણો પર એક નજર… શા માટે દરરોજ સેક્સ કરવું જોઈએ ? જો તમને લાગે છે કે સેક્સ ફક્ત મજા માટે કરવામાં આવે છે તો તમારી ભૂલ […]

Relationships
0364cc89d2649094d4caf04a8e9e0c97 #રિલેશનશીપ/ નિયમિત સેક્સ કરવાના છે ઘણા ફાયદાઓ, જાણો

આપણા દેશમાં સેક્સ નામનાં શબ્દથી લોકો શરમનો અનુભવ કરે છે, ત્યારે આ સંબંધ લગ્ન બાદ કેટલો જરૂરી છે અને કેમ જરૂરી છે તેના ઘણા કારણો છે. એવા જ ઘણા કારણો પર એક નજર…

શા માટે દરરોજ સેક્સ કરવું જોઈએ ?

જો તમને લાગે છે કે સેક્સ ફક્ત મજા માટે કરવામાં આવે છે તો તમારી ભૂલ છે. દરરોજ સેક્સ કરવાથી થાય છે અનેક ફાયદા. આજે અમે તમને કેટલાક ફાયદા વિશે જાણકારી આપીશું. આ ફાયદા જાણીને તમે પણ સેક્સલાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરી શકો છો.

6 Foreplay Ideas That Will Surely Spice up Your Sex Life

તણાવમાં રાહત.

શું તમે કામ અને પારિવારિક સમસ્યાઓને કારણે તણાવમાં રહો છો? તો તેને દૂર કરવા માટે સેક્સ મદદરૂપ થઈ શકે છે. સ્ટડી મુજબ બેડરૂમમાં એક્ટિવ રહેતા લોકો કોઈ પણ પ્રકારના દબાણ સામે લડવા સક્ષમ હોય છે.

માથાના દુખાવામાં રાહત.

જો તમને માથાના દુખાવાને કારણે લવમેકિંગથી દૂર ભાગો છો તે તેને બંધ કરી દો. એવું એટલા માટે કેમ કે જ્યારે ઓર્ગેઝમ પર પહોંચીએ છીએ ત્યારે શરીરમાં ઓક્સિટોસિન નામના હોર્મોનનું સ્તર 5 ટકા સુધી વધી જાય છે. જે શરીરના અનેક પ્રકરાના દુખાવાને દૂર કરે છે.

20 Tips for the Best Sex Ever

ઊંઘ સારી આવે છે.

સેક્સ પછી ઊંઘ સારી આવે છે. એટલા માટે બીજા દિવસે તમે રિલેક્સ થઈને ઊઠી શકો છો અને તમે સારી રીતે કામ કરી શકો છો. આ ઉપરાંત તમે પોઝિટવ ફીલ કરી શકો છો.

ફિટનેસમાં સુધારો.

જો તમે ફિટનેસ સુધારવા માટે જિમ જઈ વધુ મહેનત કરવા માંગો છો તો તમારી માટે સેક્સ પણ એક ઓપ્શન છે. સેક્સ કરવાથી બોડીને શેપમાં રાખવામાં મદદ મળે છે. નિયમિત સેક્સ કરવાથી કમરનો ઘેરાવો ઓછો થાય છે. અડધો કલાક સેક્સ કરવાથી 80થી વધુ કેલરી બર્ન થાય છે.

ઈમ્યુનિટી સારી રહે છે.

નિયમિત રીતે સેક્સ કરવાથી બોડીની ઈમ્યૂન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા મજબૂત રહે છે. જેનાથી તમારા શરીર સામાન્ય બીમારીઓ સામે લડવા વધારે સક્ષમ બને છે. જેવી રીતે સામાન્ય શરદી-ખાંસી અને તાવ વગેરે.

The healthy reason you ACTUALLY have sex | CBC Life

હાર્ટ અટેકના જોખમમાં ઘટાડો.

એક સ્ટડી મુજબ સેકસને કારણે પુરુષોમાં હાર્ટ અટેકનું જોખમ ઓછું રહે છે. સપ્તાહમાં બેથી વધુ વખત સેકસ કરતા લોકોમાં મહીને એક વખત સેક્સ કરતા લોકોની સરખામણીમાં હાર્ટ અટેકનું જોખમ ઓછું જોવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.