Not Set/ કોરોના સામેની લડતમાં કોરોના વોરિયર્સની ભૂમિકા મહત્વપૂર્ણ : PM મોદી

રાજીવ ગાંધી હેલ્થ સાયન્સ યુનિવર્સિટીનાં સિલ્વર જ્યુબિલી પ્રોગ્રામને પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, દેશની આરોગ્ય સેવાઓ ઝડપથી બદલાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, કોરોના સામેની લડતમાં કોરોના વોરિયર્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે, વિશ્વની નજર છે કે ભારત આ ખતરનાક વાયરસ સામે કેવી રીતે લડી રહ્યું છે. તેમણે […]

India
209d489e9d128afd040c616a61739299 1 કોરોના સામેની લડતમાં કોરોના વોરિયર્સની ભૂમિકા મહત્વપૂર્ણ : PM મોદી

રાજીવ ગાંધી હેલ્થ સાયન્સ યુનિવર્સિટીનાં સિલ્વર જ્યુબિલી પ્રોગ્રામને પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, દેશની આરોગ્ય સેવાઓ ઝડપથી બદલાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, કોરોના સામેની લડતમાં કોરોના વોરિયર્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે, વિશ્વની નજર છે કે ભારત આ ખતરનાક વાયરસ સામે કેવી રીતે લડી રહ્યું છે. તેમણે કહ્યું કે વાયરસ અદૃશ્ય હોઈ શકે પણ આપણા કોરોના યોદ્ધાઓ અજેય છે. ડોકટરો, આરોગ્ય કાર્યકરો ગણવેશ વિના સૈનિક છે.

પીએમ મોદીએ કોરોના વોરિયર્સ વિરુદ્ધ થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ફ્રન્ટલાઈન વર્કર્સ સાથેનાં ખરાબ વર્તનને સહન કરવામાં નહી આવે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે માનવતા સાથે સંબંધિત વિકાસ તરફ જોવું પડશે. આ પ્રસંગે, તેમણે આયુષ્માન યોજનાનો પણ ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે આયુષ્માન ભારત વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે. બે વર્ષથી ઓછા સમયમાં 1 કરોડ લોકોએ તેનો લાભ લીધો છે. મહિલાઓ અને ગામ લોકો સૌથી વધુ લાભ લે છે.

પીએમ મોદીએ કહ્યું કે, 22 વધુ એઈમ્સ ખુલી ચુક્યા છે અને ભારત આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 30 હજાર એમબીબીએસ બેઠકો વધી છે અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 15 હજાર બેઠકોનો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.