ગમખ્વાર અકસ્માત/ મહારાષ્ટ્રના વર્ધામાં કાર બ્રિજ પરથી ખાબકતાં 7 મેડિકલ વિધાર્થીઓના મોત,ભાજપના ધારાસભ્યના પુત્રનું પણ મોત!

7 મેડિકલ વિદ્યાર્થીઓની કાર પુલ પરથી પડી જતાં કરૂણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ તમામ લોકો દવેલીથી મહારાષ્ટ્રના વર્ધા જિલ્લા જઈ રહ્યા હતા

Top Stories India
MAHARASHTRA 2 મહારાષ્ટ્રના વર્ધામાં કાર બ્રિજ પરથી ખાબકતાં 7 મેડિકલ વિધાર્થીઓના મોત,ભાજપના ધારાસભ્યના પુત્રનું પણ મોત!

મહારાષ્ટ્રમાં મંગળવારે સવારે એક ખૂબ જ દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. 7 મેડિકલ વિદ્યાર્થીઓની કાર પુલ પરથી પડી જતાં કરૂણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ તમામ લોકો દવેલીથી મહારાષ્ટ્રના વર્ધા જિલ્લા જઈ રહ્યા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના વિદ્યાર્થીઓ 20 થી 35 વર્ષની વય જૂથના હોવાનું કહેવાય છે. ઘાયલોને વર્ધા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મધ્યરાત્રિએ વિદ્યાર્થીઓની કાર 40 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી, જેના કારણે આ મોટો અકસ્માત થયો હતો.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના નામ નીરજ ચૌહાણ, અવિશકાર રહંગદલે, નિતેશ સિંહ, વિવેક નંદન, પ્રત્યુષ સિંહ, શુભમ જયસ્વાલ અને પવન શક્તિ છે. આવિષ્કાર રહંગદલે ભાજપના ધારાસભ્ય વિજય રહંગદલેના પુત્ર હતા. આ દર્દનાક અકસ્માત ગત રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બન્યો હતો. જ્યારે મેડિકલ સ્ટુડન્ટની કાર અચાનક રોડ પરથી 40 ફૂટ ઉંડી ખાડીમાં પડી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે સ્ટુડન્ટની કાર સ્પીડમાં હતી અને ડ્રાઈવરનું કન્ટ્રોલ ન હોવાને કારણે સેલસુરા ગામ પાસે આ અકસ્માત થયો હતો. ગામ નજીક નદીના પુલ પરથી કાર અચાનક નીચે પડી હતી. જેના કારણે વિદ્યાર્થીઓનું કમનસીબ મોત નિપજ્યું છે. મૃતક તમામ વિદ્યાર્થીઓ વર્ધા જિલ્લાની સાંગવી મેઘે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે.