Not Set/ વાર પલટવાર/ સાવરકરને ભારત રત્ન આપવા મુદ્દે ઓવૈસીએ તંજ કસ્યો, કહ્યુ- તો ગોડસેને કેમ રાખો છો બાકાત

દેશમાં બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, જેને લઇને ભાજપ, મતદારોને લોભામણા અવનવા મુદ્દાઓને સામે રાખી રહ્યુ છે. સૌથી મોટા સમાચાર મહારાષ્ટ્રને લઇને સામે આવ્યા છે, જેમા ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં સાવરકરને ભારત રત્ન આપવાનું જનતાને વચન આપ્યુ છે. હવે આ મુદ્દે રાજનીતિ ખૂબ થઇ રહી છે. જ્યા કોંગ્રેસ તેને અન્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાની રાજનીતિ […]

Top Stories India
Asaduddin Owaisi વાર પલટવાર/ સાવરકરને ભારત રત્ન આપવા મુદ્દે ઓવૈસીએ તંજ કસ્યો, કહ્યુ- તો ગોડસેને કેમ રાખો છો બાકાત

દેશમાં બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, જેને લઇને ભાજપ, મતદારોને લોભામણા અવનવા મુદ્દાઓને સામે રાખી રહ્યુ છે. સૌથી મોટા સમાચાર મહારાષ્ટ્રને લઇને સામે આવ્યા છે, જેમા ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં સાવરકરને ભારત રત્ન આપવાનું જનતાને વચન આપ્યુ છે. હવે આ મુદ્દે રાજનીતિ ખૂબ થઇ રહી છે. જ્યા કોંગ્રેસ તેને અન્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાની રાજનીતિ કહી રહ્યુ છે તો હવે AIMIM નાં પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલીમિન (AIMIM) નાં વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ નાથુરામ ગોડસેને ભારત રત્ન આપવાની વાતી કરી છે. ઓવૈસીએ કહ્યુ કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાનાં એક કાવતરાખોરને ભારત રત્ન આપવાનો વિચાર કેવી રીતે થઈ શકે. જો તમે સાવરકરને આપી રહ્યા છો તો ગોડસેને પણ ભારત રત્ન આપો. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, જો તમે ભારત રત્ન આપવા જ માંગો છો તો અલ્લામા ફઝલ-એ-હક ખૈરાબાદીને આપો, જેને કાળા પાણીની સજા થઇ હતી, પરંતુ તેણે સાવરકરની જેમ દયા પત્ર ન લખ્યો, પણ ફાંસી પર ચઢી ગયા. તેમને ભારત રત્ન આપો જેમણે રેશમ પત્ર આંદોલન ચલાવ્યુ અને માલ્ટા જેલમાં પોતાનું જીવન વિતાવ્યુ.

ઓવૈસીએ કહ્યું હતું કે જો આપણે નજીરને આપણી ભાવિ પેઢીઓની સામે રજૂ કરવા માંગતા હોવ તો એવા લોકોને ભારત રત્ન આપો, જેઓ અંગ્રેજો સામે લડ્યા હતા અને ક્યારેય માફી નથી માંગી. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ છે કે, તેમની સરકાર કેન્દ્રની સરકારને તે માંગ કરશે કે સાવરકરને ભારત રત્ન આપવામા આવે. જોવાનુ રહેશે કે આ મુદ્દો આગળ જઇને શું સ્વરૂપ લેશે અને વિધાનસભાની ચૂંટણીમાં તેનો કોને લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.