બળવો/ બુર્કિના ફાસોમાં લશ્કરે બળવો કરીને રાષ્ટ્રપતિને હટાવ્યા,જાણો…

બુર્કિના ફાસોમાં સૈનિકોએ બળવો કર્યો છે. સૈનિકોએ રાષ્ટ્રપતિ રોચ કાબોરને સત્તા પરથી હટાવ્યા અને લાઇવ ટીવી પર આ બળવાની જાહેરાત કરી હતી

Top Stories India
AFRICA 1 બુર્કિના ફાસોમાં લશ્કરે બળવો કરીને રાષ્ટ્રપતિને હટાવ્યા,જાણો...

પશ્ચિમ આફ્રિકાના દેશ બુર્કિના ફાસોમાં સૈનિકોએ બળવો કર્યો છે. સૈનિકોએ રાષ્ટ્રપતિ રોચ કાબોરને સત્તા પરથી હટાવ્યા અને લાઇવ ટીવી પર આ બળવાની જાહેરાત કરી હતી. સેનાએ રાષ્ટ્રપતિને બંધક બનાવીને સંસદ ભંગ કરી દીધી છે. તેમનું કહેવું છે કે આટલો મોટો નિર્ણય લેવા પાછળનું કારણ દેશમાં બગડતી સુરક્ષા સ્થિતિ છે. સેનાના જણાવ્યા અનુસાર, સત્તા પર કબજો હિંસા વિના કરવામાં આવ્યો હતો અને અટકાયત કરાયેલા લોકો સલામત સ્થળે છે.

બુર્કિના ફાસોના લશ્કરી અધિકારીઓએ ગયા સોમવારે ટેલિવિઝન પર જણાવ્યું હતું કે સૈનિકોએ દેશ પર કબજો કરી લીધો છે. તેમણે કહ્યું કે હાલમાં દેશની તમામ સરહદો બંધ કરી દેવામાં આવી છે પરંતુ અમે અહીં લોકોને વિશ્વાસ અપાવીએ છીએ કે યોગ્ય સમયે દેશ ફરી એકવાર બંધારણીય વ્યવસ્થા તરફ પાછો ફરશે. જો કે આ યોગ્ય સમય ક્યારે આવશે તે અંગે સેનાએ કોઈ માહિતી આપી નથી.