Not Set/ અમદાવાદમાં તાપમાનનો પારો ગગડ્યો, લોકોએ હાડ થીજવતી ઠંડીનો કર્યો અહેસાસ

અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક શહેરોને કડકડતી ઠંડી માટે હજુ પણ તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગનાં મતે હજુ બે દિવસ રાજ્યનાં અનેક શહેરમાં પારો ઘટી શકે છે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદમાં ઠંડી
  • અમદાવાદમાં તાપમાનનો પારો ગગડ્યો
  • હાડ થીજવતી ઠંડીનો અહેસાસ
  • હવામાન વિભાગે કરી હતી આગાહી
  • અમદાવાદમાં 10.8 ડિગ્રી લઘુ. તાપમાન
  • અમદાવાદમાં હજી બે દિવસ કોલ્ડવેવ રહેશે
  • ભારે પવનને કારણે જનજીવન ઠુઠવાયું
  • ઉ.ભારતમાં હિમવર્ષાને પગલે કાતિલ ઠંડીની આગાહી
  • લોકો વ્યાયામ કરી તંદુરસ્તી જાવળતા નજરે પડ્યા
  • ઠંડીને કારણે કસરત કરવા જતાં લોકોની સંખ્યા ઘટી

અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક શહેરોને કડકડતી ઠંડી માટે હજુ પણ તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગનાં મતે હજુ બે દિવસ રાજ્યનાં અનેક શહેરમાં પારો ઘટી શકે છે. અમદાવાદમાં સોમવારે સાંજથી જ ઠંડા પવન ફૂંકાવવાનું શરૂ થઇ જતાં તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો.

આ પણ વાંચો – ગમખ્વાર અકસ્માત / મહારાષ્ટ્રના વર્ધામાં કાર બ્રિજ પરથી ખાબકતાં 7 મેડિકલ વિધાર્થીઓના મોત,ભાજપના ધારાસભ્યના પુત્રનું પણ મોત!

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં તાપમાનનો પારો ગગડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, લોકો આજે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરશે. વધુમાં જણાવી દઇએ કે, અમદાવાદ શહેરમાં 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે. ભારે પવનનાં કારણે જનજીવન ઠુઠવાયું છે. વળી આ અસર ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. લોકો વ્યાયામ કરી તંદુરસ્તી જાળવતા નજરે પડ્યા છે. ઠંડીને કારણે કસરત કરવા જતા લોકોની સંખ્યા પણ હવે ઘટી છે. અમદાવાદમાં ઠંડી વધી છે તો સાથે તેના પડોશી શહેર અને રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં પણ ઠંડીએ જોર પકડ્યુ છે. સામાન્ય રીતે રાજ્યમાં શિયાળા દરમિયાન નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાતું હોય છે. પરંતુ ગત રાત્રિએ તેનું સ્થાન ગાંધીનગરે લીધું હતું. ગાંધીનગરમાં 4.3 ડિગ્રી સાથે માત્ર વર્તમાન સિઝનનું જ નહીં છેલ્લા 10 વર્ષમાં જાન્યુઆરી માસનું પણ સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં છેલ્લા 10 વર્ષમાં જાન્યુઆરીમાં અગાઉ ક્યારેય લઘુતમ તાપમાન 6 ડિગ્રીથી પણ નીચે નોંધાયું નથી. આવી જ સ્થિતિ અમદાવાદમાં હતી. અમદાવાદમાં 6.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…