Not Set/ #કોરોના/ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવનાર ઓરિસ્સા બન્યું પ્રથમ રાજ્ય

કોરોના વાયરસના વધતા જતા ખતરોને ધ્યાનમાં રાખીને ઓરિસ્સા સરકારે લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે ઓરિસ્સા દેશનું પહેલું રાજ્ય છે જેણે 14 એપ્રિલ સુધી લાગુ લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. ઓરિસ્સાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે કહ્યું કે ઓરિસ્સા માં તા 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવાશે, શાળાઓ 17 જૂન સુધી બંધ […]

India

કોરોના વાયરસના વધતા જતા ખતરોને ધ્યાનમાં રાખીને ઓરિસ્સા સરકારે લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે ઓરિસ્સા દેશનું પહેલું રાજ્ય છે જેણે 14 એપ્રિલ સુધી લાગુ લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. ઓરિસ્સાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે કહ્યું કે ઓરિસ્સા માં તા 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવાશે, શાળાઓ 17 જૂન સુધી બંધ રહેશે.

આ મામલે કેન્દ્ર સરકારને જાણ કરવા ઉપરાંત ઓરિસ્સાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે કેન્દ્રને 30 એપ્રિલ સુધી રાજ્યમાં રેલ્વે અને હવાઈ સેવા પુનસ્થાપિત નહીં કરવા જણાવ્યું છે. બુધવારે પીએમ મોદી સાથે આયોજિત સર્વપક્ષીય બેઠકમાં મોટાભાગના રાજ્યોએ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉન વધારવાની અપીલ કરી હતી. કર્ણાટકને બાદ કરતાં અન્ય રાજ્યોએ લોકડાઉન વધારવાનું કહ્યું હતું.