Not Set/ ગણેશ ચતુર્થી : આ છે ગણપતિ સ્થાપનના શુભ મુહૂર્ત, પૂજામાં આ એક વસ્તુ ચોક્કસ અર્પણ કરજો

  ગણેશ ઉત્સવ 22 ઓગસ્ટથી શરૂ થશે. આ દિવસે રાત્રે ચંદ્ર ન જુઓ. આ દિવસે ચંદ્રનું દર્શન કરવું શુભ માનવામાં આવતું નથી. 22 મીએ રાત્રે ચંદ્ર દર્શન કરવાથી ખોટું કલંક લાગી શકે છે.    ગણેશ સ્થાપન મુહૂર્ત 22 મીએ સવારે 6 થી સાંજ 9:30 સુધી અને બપોરે 11:30 થી 12:30 દરમિયાન રહેશે. ભગવાન ગણેશનો જન્મ મધ્યાહ્નમાં […]

Navratri 2022
d3a0c3e0f7d807c07abd6dab4f488eac ગણેશ ચતુર્થી : આ છે ગણપતિ સ્થાપનના શુભ મુહૂર્ત, પૂજામાં આ એક વસ્તુ ચોક્કસ અર્પણ કરજો
 

ગણેશ ઉત્સવ 22 ઓગસ્ટથી શરૂ થશે. આ દિવસે રાત્રે ચંદ્ર ન જુઓ. આ દિવસે ચંદ્રનું દર્શન કરવું શુભ માનવામાં આવતું નથી. 22 મીએ રાત્રે ચંદ્ર દર્શન કરવાથી ખોટું કલંક લાગી શકે છે.   

Every part of Ganpati Bappa's body teaches a lot to us | News Track Live,  NewsTrack English 1

ગણેશ સ્થાપન મુહૂર્ત 22 મીએ સવારે 6 થી સાંજ 9:30 સુધી અને બપોરે 11:30 થી 12:30 દરમિયાન રહેશે. ભગવાન ગણેશનો જન્મ મધ્યાહ્નમાં થયો હતો, તેથી મધ્યરાત્રિમાં પૂજાને વિશેષ મહત્વ માનવામાં આવે છે.

ગણેશ પૂજામાં ઘણી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. જેમ કે ચોખા, ફૂલ, દુર્વા વગેરે, પરંતુ પૂજામાં દુર્વાનું ખૂબ મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે તેના વિના ગણેશ પૂજા પૂર્ણ થતી નથી. એક દંતકથા અનુસાર અંલસુર નામનો રાક્ષસ હતો. જેના કારણે બધા સ્વર્ગમાં અને પૃથ્વી પર ત્રાસી ગયા હતા. અંલસુર રૂષિ-મુનિઓ અને સામાન્ય લોકો જીવંત ગળી જતો હતો.   Ganesh Chaturthi 2019: How Maharashtra Welcomes Ganpati Bappa with Grandeur  and Glory

રાક્ષસથી ત્રસ્ત રૂષિ-મુનિ, દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવી-દેવતાઓએ શિવને અંલસુરનો નાશ કરવાની પ્રાર્થના કરી. શિવના આદેશથી ગણેશ અંલસુરને ગળી ગયા.  પરંતુ તેમના પેટમાં ખૂબ જ બળતરા થવા લાગી. અનેક પ્રકારના ઉપાયો કરવામાં આવ્યા હતા, પરંતુ પેટમાં બળતરા શાંત થતી નથી.  ત્યારબાદ કશ્યપ રૂષિએ દુર્વાની 21 ગાંઠ બનાવી અને ગણેશજીને કરવા માટે આપી.  દુર્વા મળતાની સાથે જ તેમના પેટની બળતરા ઓછી થઈ ગઈ. ત્યારથી, ભગવાન ગણેશને દુર્વા ચઢાવવાણી પ્રથા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.