Not Set/ ગયા મહિને શિમલામાં પ્રેસિડન્ટ રિટ્રીટ જોવા ગયેલ કોવિંદને બહારથી જ પાછા મોકલી દીધા’તા

ભારતીય જનતા પાર્ટીએ તમામને ચોંકાવતા બિહારના રાજ્યપાલ રામનાથ ગોવિંદને પોતાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. હાલ જે પ્રકારનું સંખ્યાબળ છે તેના પરથી આશા વ્યક્ત કરાઇ રહી છે કે કોવિંદ જ આગળના રાષ્ટ્રપતિ હશે. કાનપુરથી આવતા કોવિંદની સાથે તાજેતરમાં જ કંઇક એવું બન્યું કે તેના પર તમે વિશ્વાસ જ નહીં કરો. લગભગ ત્રણ સપ્તાહ […]

Uncategorized

ભારતીય જનતા પાર્ટીએ તમામને ચોંકાવતા બિહારના રાજ્યપાલ રામનાથ ગોવિંદને પોતાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. હાલ જે પ્રકારનું સંખ્યાબળ છે તેના પરથી આશા વ્યક્ત કરાઇ રહી છે કે કોવિંદ જ આગળના રાષ્ટ્રપતિ હશે. કાનપુરથી આવતા કોવિંદની સાથે તાજેતરમાં જ કંઇક એવું બન્યું કે તેના પર તમે વિશ્વાસ જ નહીં કરો. લગભગ ત્રણ સપ્તાહ પહેલાંની વાત છે કોવિંદ શિમલા ગયા ત્યારે રાષ્ટ્રપતિ રિટ્રીટ જોવા ગયા હતા. પરંતુ તેમને પ્રેસિડન્ટ રિટ્રીટ જોવાની મંજૂરી મળી નહોતી અને તેમને ત્યાંથી પાછા ફરવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે શિમલાનું પ્રેસિડન્ટ રિટ્રીટ એ ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર ઘર છે.

મીડિયા રિપોર્ટસના મતે રામનાથ કોવિંદ ઉનાળાની રજામાં શિમલા ગયા હતા. આ દરમ્યાન તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવરતના સત્તાવાર મહેમાન હતા. ત્યારે 29મી મેના રોજ તેમનું મન પ્રેસિડન્ટ રિટ્રીટ જોવાનું થયું, પરંતુ તેમની પાસે મંજૂરી નહોતી આથી તેમને અંદર જવા દેવામાં આવ્યા નહોતા.