Not Set/ વિધાનસભાની 8 બેઠકો માટે પેટાચૂંટણી/ શુક્રવારથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો થશે પ્રારંભ

 ભાજપ-કોંગ્રેસ સહિત રાજકીયપક્ષ ચૂંટણીપ્રક્રિયામાં વ્યસ્ત ભાજપના ઉમેદવારો 12 મી પછી ભરશે ઉમેદવારીપત્રો કોંગ્રેસના ઉમેદવારો માટે બે નામની પેનલ હાઇકમાન્ડ સમક્ષ 19 ઓક્ટોબર સુધી ઉમેદવારોનું આખરી ચિત્ર થશે સ્પષ્ટ ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણમી ત્રીજી નવેમ્બરે યોજાવાની છે. નવમી ઓક્ટોબરે આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં મુખ્ય રાજકીયપક્ષ ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીયપક્ષ પેટાચૂંટંણીના […]

Uncategorized
cb6f2e1d7a90192489baf590712cb391 વિધાનસભાની 8 બેઠકો માટે પેટાચૂંટણી/ શુક્રવારથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો થશે પ્રારંભ
  •  ભાજપ-કોંગ્રેસ સહિત રાજકીયપક્ષ ચૂંટણીપ્રક્રિયામાં વ્યસ્ત
  • ભાજપના ઉમેદવારો 12 મી પછી ભરશે ઉમેદવારીપત્રો
  • કોંગ્રેસના ઉમેદવારો માટે બે નામની પેનલ હાઇકમાન્ડ સમક્ષ
  • 19 ઓક્ટોબર સુધી ઉમેદવારોનું આખરી ચિત્ર થશે સ્પષ્ટ

ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણમી ત્રીજી નવેમ્બરે યોજાવાની છે. નવમી ઓક્ટોબરે આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં મુખ્ય રાજકીયપક્ષ ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીયપક્ષ પેટાચૂંટંણીના પ્રચાર-પ્રસાર અને ઉમેદવારની પસંદગીમાં વ્યસ્ત બનશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ થશે. અબડાસા – લીંબડી – મોરબી – ધારી – ગઢડા – કરજણ – કપરાડા અને ડાંગ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામા પડતાં આ બેઠકો પર પેટાચૂંટણી યોજવાની નોબત આવી છે. ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીયપક્ષોએ ઉમેદવારોની પસંદંગી પ્રક્રિયા અને ચૂંટણીપ્રચાર-પ્રસાર માટે કવાયત શરૂ કરી છે. ભાજપના પસંદગી થયેલાં ઉમેદવારો 12 ઓક્ટોબર પછી ઉમેદવારીપત્રો ભરશે. તો કોંગ્રેસ હાઇકમાન્ડની લીલીઝંડી મળ્યા પછી ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરશે. એકંદરે હવે 9 મી ઓક્ટોબર થી ગુજરાતમાં પેટાચૂંટણીનું વાતાવરણ વેગ પકડશે. તો શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણીપંચે પણ ચૂંટણીપ્રક્રિયા આખરી ઓપ આપવા કવાયત હાથ ધરી છે.

પેટાચૂંટણી માટેનો ચૂંટણી કાર્યક્રમ

જાહેરનામું  –     9 ઓક્ટોબર , શુક્રવાર

ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તા. –   16 ઓક્ટોબર , શુક્રવાર

ઉમેદવારીપત્રો ચકાસણી તા.        –   17 ઓક્ટોબર , શનિવાર

ઉમેદવારી પરત ખેંચવાની તા.     –   19 ઓક્ટોબર , સોમવાર

મતદાન……………………….તા      –   3  નવેમ્બર  , મંગળવાર

મતગણતરી………………….તા.      – 10  નવેમ્બર  , મંગળવાર

મતપ્રક્રિયા પૂર્ણ ……………તા..      – 12  નવેમ્બર  , ગુરૂવાર

વિધાનસભા પેટાચૂંટણી માટે ઇવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.