Not Set/ ‘ભૂલી જવાની ગાડી’/ કાર ભાડે લઈને આ રીતે બારોબાર સોદા પાર પડતા હતા

  રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને આજે મોટી સફળતા મળી છે. જેમાં ઓનલાઇન એપ મારફતે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી પાસેથી કાર ભાડે લઈને બરોબર વેંચી નાંખતા બે શખ્સો રૂ. 24 લાખથી પણ વધુનાં મુદ્દામાલ સાથે ઝડપાયા છે. મુંબઈ અને સુરતનાં બંને શખ્સો જલ્દીથી રૂપિયા કમાવા માટે આ રવાડે ચડ્યા હતા. અને ‘ભૂલી જવાની ગાડી’ બંનેનો કોડવર્ડ હોવાનું […]

Gujarat Rajkot
c09f4633e392c4dbc84becd31fe4ebb6 ‘ભૂલી જવાની ગાડી’/ કાર ભાડે લઈને આ રીતે બારોબાર સોદા પાર પડતા હતા
 

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને આજે મોટી સફળતા મળી છે. જેમાં ઓનલાઇન એપ મારફતે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી પાસેથી કાર ભાડે લઈને બરોબર વેંચી નાંખતા બે શખ્સો રૂ. 24 લાખથી પણ વધુનાં મુદ્દામાલ સાથે ઝડપાયા છે. મુંબઈ અને સુરતનાં બંને શખ્સો જલ્દીથી રૂપિયા કમાવા માટે આ રવાડે ચડ્યા હતા. અને ‘ભૂલી જવાની ગાડી’ બંનેનો કોડવર્ડ હોવાનું સામે આવ્યું છે. અને બંને ગાડી ભાડે લેતાની સાથે જીપીએસ સિસ્ટમ કાઢીને ફેંકી દેતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં બંને પાસેથી બ્લેન્ક RC બુક, બ્લેન્ક લાયસન્સ પણ મળી આવ્યા છે. જેને લઈ હાલ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં નીલકંઠ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના દર્શન પાલા અને હેપ્પી ટ્રાવેલ્સના રસેશ કારિયાએ પોતાની કાર ભાડે આપ્યા બાદ  પરત નહીં મળ્યાની ફરિયાદ થોરાળા અને તાલુકા પોલીસમાં નોંધાવી હતી. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચને આ તપાસ સોંપવામાં આવી હતી. દરમિયાન ચોક્કસ બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચે  મુંબઈ વિરારમાં રહેતા વિપુલ ઉર્ફે ધીરુ  માંગરોળીયા અને વિસાવદર ચાપરડા ગામના દિવ્યેશ  પટોળીયાને દબોચી લઇ ઠગાઇથી મેળવેલી અર્ટીકા અને ઇનોવા કાર કબ્જે કરી હતી.

આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાએ જણાવ્યું હતું કે, આરોપીઓ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નો ધંધો કરતા અને સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે આપતા વ્યકિતઓનો ઓનલાઇન એપ્લીકેશન જસ્ટ ડાયલ, ગુગલ વગેરેમાંથી કોન્ટેકટ કરી પોતાને કોઇ લગ્ન પ્રસંગ કે હોસ્પીટલના કામ માટે 5થી 7 દિવસ કાર સેલ્ફમા ભાડે લઇ જવાનુ બહાનુ બતાવી, કાર માલીકને વિશ્વાશમાં લઇ એડવાન્સ ભાડુ અને ખોટું આઈડી પ્રુફ આપી કાર લઇ જતા હતા. કાર ભાડે લેવા જતા ત્યારે માલીક પાસેથી જીપીએસ સીસ્ટમની પદ્ધતિ જાણી લેતા અને કાર લીધા બાદ જે રૂટ માલીકને કીધેલ હોય તેજ રૂટ ઉપર જતા જેથી કાર માલીકને કોઇ શંકા ન જતી અમુક કીલોમીટરનું અંતર કાપ્યા બાદ મોડી રાત્રે જીપીએસ સીસ્ટમ ગાડીમાંથી કાઢી ફેકી દેતી અને ફોન પણ બંધ કરી દેતા હતા. અને જયારે માલીક બીજા દીવસે જીપીએસ સીસ્ટમ ચેક કરે ત્યારે તેમને પોતાની ગાડીનુ લોકેશન મળવાનુ બંધ થતુ હતું. દરમિયાન આ આ ટોળકી ક્યાંય દૂર નીકળી જતી હતી. આરોપીઓ આવી ગાડી સામાન્ય રીતે અન્ય રાજયોમાં વેંચી નાખતા હતા. કાર વેચવા માટે પોતે છેતરપીંડીથી મેળવેલ કાર જેવી જ કંપની અને મોડલ વાળી વેચવા મુકેલ ગાડીઓ સર્ચ કરતા અને ત્યારબાદ તેના માલિક પાસેથી આર.સી.બુક અને આધાર કાર્ડ વોટસએપ પર મંગાવી, તેની કલર પ્રીન્ટ કાઢી ડુપ્લીકેટ આર.સી.બુક અને આધાર કાર્ડ બનાવી લેતા હતા. અને ચીટીંગથી મેળવેલી ગાડી વેચવા માટે તેનો ઉપયોગ કરતા હતા.  

આરોપીઓ જાણીતાઓ પાસેથી તેમના આઈડી પ્રુફ મેળવી તેમાં કલર પ્રીન્ટર અને સ્કેનરનો ઉપયોગ કરી ઓરીજનલ આઇડી નંબર તેમજ ખોટું એડ્રેસ નાખી પોતાનો ફોટો લગાવી દેતા હતા. ‘ભૂલી જવાની ગાડી’ આ બંનેનો કોડવર્ડ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.