Not Set/ ગાંધીનગર શહેર અને જીલ્લામાં 8 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા

કોરોના કાળમાં સયંમથી વર્તવુ અનિવાર્ય બની ગયું છે અને તે સમજવુ દરેક માટે ખુુબ જરૂરી છે. કોરોનાનાં પોતાનાં વ્યાપ ફેલાવતો જ જઇ રહ્યો છે. ગુજરાતનાં ગામે ગામ પહોંચવાની જાણે કોરોનાએ નેમ લીઘી હોય તેવ રીતે રોજ કોઇને કોઇ નવા વિસ્તારમાં કે, ગામમાં કે, શહેરમાં કે, જીલ્લામાં કોરોનાનો પ્રવેશ કે પ્રસરાવ નોંધવામાં આવી રહ્યો છે. ગુજરાતનાં […]

Gujarat
b348b81a28719c35d3d9b20d996ac60c 1 ગાંધીનગર શહેર અને જીલ્લામાં 8 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા

કોરોના કાળમાં સયંમથી વર્તવુ અનિવાર્ય બની ગયું છે અને તે સમજવુ દરેક માટે ખુુબ જરૂરી છે. કોરોનાનાં પોતાનાં વ્યાપ ફેલાવતો જ જઇ રહ્યો છે. ગુજરાતનાં ગામે ગામ પહોંચવાની જાણે કોરોનાએ નેમ લીઘી હોય તેવ રીતે રોજ કોઇને કોઇ નવા વિસ્તારમાં કે, ગામમાં કે, શહેરમાં કે, જીલ્લામાં કોરોનાનો પ્રવેશ કે પ્રસરાવ નોંધવામાં આવી રહ્યો છે.

ગુજરાતનાં પાટનગર ગાંઘીનગરમાં કોરોનાનો કહેર ફરી ઉતર્યો હોય તેવી રીતે શહેર સહિત જીલ્લામાં 8 નવા પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. જી હા ગાંધીનગરનાં કલોલમાં આજે 5 જેટલા પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. આ તમામ કેસ ઘરનાં સક્રમણમાં થયાં હોવાની વિગતો નોંધવામાં આવી રહી છે. જેમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ના એક મહિલા નો કેસ પોઝિટિવ આવ્યો છે, જેમાં મહિલા ના પતિ પહેલેથી જ પોઝિટિવ હતા. તો સાથે સાથે એક 7 વર્ષ ની બાળકી પોઝિટિવ આવી જેના પિતા પણ કોરોના પોઝિટિવ હતા જેમની સારવાર ચાલી રહી છે. આજે  કલોલ કસ્બા વિસ્તાર માં વધુ 2  પોઝિટિવ કેસ આવ્યા છે, જેમાં જે મહિલા પોઝીટીવ હતી તે મહિલાનો રિપોર્ટ આજે નેગેટિવ આવ્યો હતો પણ તેના પતિ અને પુત્ર આજે પોઝીટીવ આવ્યા છે. આ સાથે રાચારડામાં વધુ એક એક 18 વર્ષના વ્યક્તિનો કેસ  પોઝિટિવ આવ્યો છે  

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ત્રણ દિવસ બાદ કોરોનાએ માથું ઊંચક્યું હોવાની વિગતો સામે આવી રહી છે. દહેગામ સરકારી હોસ્પિટલમાંમા સર્વિસ કરતા અને અમદાવાદ નિકોલ થી અપડાઉન કરતા મહિલા કોરોનાની ઝપટમાં આવી જતા દહેગામાં ફફડાટ મચી જવા પામ્યો છે. 

ગાંઘીનગર શહેરની વાત કરવામાં આવે તો ગાંધીનગર શહેર માં આજે 2 નવા કેસ સામે આવ્યા છે. ગાંઘીનગરના સેક્ટર 27માં રહેતાં અને વિજિયા બેંકમાં ફરજ બજાવતા 36 વર્ષના મહિલાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સાથે જ સેક્ટર 24 ઇન્દિરા નગરમા રહેતા 28 વર્ષના યુવાનનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….