Not Set/ ગાંધીનગર/ 74 મા સ્વતંત્રતા દિવસ પર CM રૂપાણીએ તિરંગો લહેરાવી કર્યું ધ્વજવંદન

આજે સમ્ગેસ દેશ અને રાજ્યભરમાં 74 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યનાં પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો છે. ધ્વજ વંદન કર્યા બાદ સીએમ રૂપાણીએ રાજ્યના નાગરિકોને સંબોધન કર્યું […]

Uncategorized
b5965aff02e3e01b4d72f208b86211d0 ગાંધીનગર/ 74 મા સ્વતંત્રતા દિવસ પર CM રૂપાણીએ તિરંગો લહેરાવી કર્યું ધ્વજવંદન

આજે સમ્ગેસ દેશ અને રાજ્યભરમાં 74 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યનાં પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો છે.

ધ્વજ વંદન કર્યા બાદ સીએમ રૂપાણીએ રાજ્યના નાગરિકોને સંબોધન કર્યું .જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો છે. તેમજ   ખેડૂતોને જરૂરિયાત મુજબ વીજ કનેક્શન આપવામાં આવશે. પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાતે અનેક પગલાં ભર્યા છે.

ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો 3.4 ટકા છે. કોરોનાની સ્થિતિમાં લઘુ ઉદ્યોગોને બેઠા કરવા માટે 1300 કરોડથી વધારે રૂપિયા આપ્યા છે. શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યું છે મેડિકલ કોલેજોમાં બેઠકોમાં વધારો કર્યો છે. જ્ઞાનકુંજ અંતર્ગત 15000 ડિજિટલ ક્લાસિસ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના 9 લાખ યુવાનોને નમો ટેબલેટ આપવામાં આવ્યા છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટી હજારથી વધુ આદિવાસી ખેડૂતોને ખેડે એની જમીનનો લાભ આપવામાં આવ્યો છે. 

આ ઉજવણીમાં કોરોના સંક્રમણને કારણે જાહેર કરાયેલી ગાઈડ લાઈનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કોરોનાને કારણે સાદગીપૂર્ણ રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમમાં માત્ર 250 વ્યક્તિઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોનો વોરિયર્સનું સન્માન કર્યું. તો વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને સમગ્ર ડોમ વોટરપ્રુફ બનાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.