Not Set/ ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનો આજે છે 56 મો સ્થાપના દિવસ

ગુજરાત રાજ્યનાં પાટનગર ગાંધીનગરનો આજે 56 મો સ્થાપના દિવસ છે. ઉપરાંત આજે રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ દિવસ છે. જણાવી દઇએ કે, તાજેતરમાં ચાલી રહેલા કોરોનાનાં પ્રકોપનાં કારણે આ બન્ને મહત્વની ઘટનાઓને ઉજવી શકાય તેમ નથી.  કોરોનાની મહામારી વચ્ચે ગાંધીનગરનાં સ્થાપના દિવસને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જાણીને નવાઇ લાગશે કે એક સમય હતો […]

Uncategorized
7c0f036a4f768c9ec47efc0cb4995a5c ગુજરાતનાં પાટનગર ગાંધીનગરનો આજે છે 56 મો સ્થાપના દિવસ

ગુજરાત રાજ્યનાં પાટનગર ગાંધીનગરનો આજે 56 મો સ્થાપના દિવસ છે. ઉપરાંત આજે રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ દિવસ છે. જણાવી દઇએ કે, તાજેતરમાં ચાલી રહેલા કોરોનાનાં પ્રકોપનાં કારણે આ બન્ને મહત્વની ઘટનાઓને ઉજવી શકાય તેમ નથી. 

કોરોનાની મહામારી વચ્ચે ગાંધીનગરનાં સ્થાપના દિવસને સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જાણીને નવાઇ લાગશે કે એક સમય હતો કે જ્યારે આ શહેરમાં ખૂબ ઓછા લોકો રહેતા હતા. ખાસ કરીને આ શહેરમાં રહેતા લોકો સરકારી કર્મચારીઓ હતા. એક સમયે 5 હજારની વસ્તી ધરાવતુ આ શહેર આજે 5 લાખથી પણ વધારે વસ્તી ધરાવતુ શહેર બન્યુ છે. જણાવી દઇએ કે, ગાંધીનગરમાં શહેરમાં આવેલી જીઈબી કોરોની ખાતે શહેરની પ્રથમ ઇટ મુકાઇ હતી. જ્યા આજે સ્થાપના દિવસની ઉજવણી કરાઇ રહી છે. 

બીજી ઓગસ્ટ એટલે આપણાં સૌના પ્યારા, વ્હાલા ગાંધીનગરનો જન્મદિવસ. એક જમાનામાં ગાંધીનગર એની વૃક્ષોની ગીચતાનાં આધારે ‘ગ્રીનેસ્ટ કેપિટલ ઓફ વર્લ્ડ’ તરીકે ગીનીઝ બુકમાં સ્થાન ધરાવતું હતું. શહેર, સેકટર અને વિકાસની સાથે ઉદ્યોગોની હરણફાળે કંઈ કેટલાય વૃક્ષોને વેતરવા પડતાં એણે હરિયાળા પાટનગરનું બિરુદ ગમાવી દીધું છે. સાત આડા અને સાત ઊભા રસ્તા વચ્ચે સુવ્યવસ્થિત રચાયેલું આ નગર ચંદીગઢ પેટર્ન પર વિકસાવવામાં આવ્યું છે. ગુજરાતનાં આઠમાં પાટનગર તરીકે પ્રસ્થાપિત થયેલા આ શહેરનાં છેલ્લા દસકાનો વિકાસ ઊડીને આંખે વળગે એવો છે. હવે ગાંધીનગર માત્ર સરકારી નગરી ન બની રહેતા અનેક ક્ષેત્રે ઓળખ બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.