Not Set/ ગુજરાત યુનિ.માં એક અધિકારી મહિલા કર્મચારી સાથે પોતાના રૂમમાં કેદ થયા

શિક્ષણના ધામમાં ચાલતા ગોરખધંધાઓની ઘટનાઓ વારંવાર સામે આવતી રહેતી હોય છે ત્યારે રાજ્યની સૌથી મોટી અને નામચીન ગુજરાત યુનિ.માં એક એવો બનાવ સામે આવ્યો છે જેથી શિક્ષણ જગતને શરમજનક બન્યું છે. ગુજરાત યુનિવર્સિટીના એક અધિકારી પોતાના રૂમમાં એક મહિલા કર્મચારી સાથે અંધારૂ કરીને બેઠા હતા તે સમયે જ પટાવાળાએ રૂમને બહારથી તાળુ મારી તેમને રૂમમાં […]

Uncategorized

શિક્ષણના ધામમાં ચાલતા ગોરખધંધાઓની ઘટનાઓ વારંવાર સામે આવતી રહેતી હોય છે ત્યારે રાજ્યની સૌથી મોટી અને નામચીન ગુજરાત યુનિ.માં એક એવો બનાવ સામે આવ્યો છે જેથી શિક્ષણ જગતને શરમજનક બન્યું છે. ગુજરાત યુનિવર્સિટીના એક અધિકારી પોતાના રૂમમાં એક મહિલા કર્મચારી સાથે અંધારૂ કરીને બેઠા હતા તે સમયે જ પટાવાળાએ રૂમને બહારથી તાળુ મારી તેમને રૂમમાં કેદ કર્યા હતા. આ અધિકારીને રૂમની બહાર નિકળવા માટે હવાતિયા મારવા પડ્યા હતા. આ ઘટના બાદ યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવતા સમાચાર બહાર આવે તે પહેલા જ આ અધિકારીને અન્ય સ્થળે બદલી કરી દીધી હતી. જો કે સમગ્ર ઘટના અંગે યુનિવર્સિટીના અધિકારીઓને પણ મૌન સેવી રહ્યાં છે.