Not Set/ ગુજરાત/ વિધાનસભાના ચોમાસુ સત્રમાં આટલા કાયદાકીય સુધારા આવશે

  ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી તા.૨૧ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગર સચિવાલય ખાતે મળશે. પાંચ દિવસીય સત્ર દરમિયાન ૨૪ પ્રકારના કાયદાકીય સુધારા લાવવાની સાથે પાસા એકટમાં સુધારો, ગુંડા એકટ, લેન્ડ ગ્રેબિંગ એકટ, ભૂમાફિયા અંગેના કાયદાકીય સુધારાઓ દાખલ કરવામાં આવનાર છે. આ સિવાય વિધાનસભામાં પ્રવેશતા તમામ લોકો પત્રકારો, પોલીસ, ધારાસભ્યો, કર્મચારીઓ, અધિકારીઓ, વિધાનસભા સ્ટાફ તમામને […]

Uncategorized
47aa13435c5eb852ea6e18862dd1f659 ગુજરાત/ વિધાનસભાના ચોમાસુ સત્રમાં આટલા કાયદાકીય સુધારા આવશે
 

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી તા.૨૧ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગર સચિવાલય ખાતે મળશે. પાંચ દિવસીય સત્ર દરમિયાન ૨૪ પ્રકારના કાયદાકીય સુધારા લાવવાની સાથે પાસા એકટમાં સુધારો, ગુંડા એકટ, લેન્ડ ગ્રેબિંગ એકટ, ભૂમાફિયા અંગેના કાયદાકીય સુધારાઓ દાખલ કરવામાં આવનાર છે.

આ સિવાય વિધાનસભામાં પ્રવેશતા તમામ લોકો પત્રકારો, પોલીસ, ધારાસભ્યો, કર્મચારીઓ, અધિકારીઓ, વિધાનસભા સ્ટાફ તમામને કોરોના ટેસ્ટમાંથી પસાર થવુ ફરજિયાત છે. આજની રાજ્યમંત્રી મંડળની બેઠકમાં વિધાનસભાના કામકાજને બહાલી આપીને રાજ્યપાલને આહવાન મોકલી આપવામાં આવ્યું છે. જેનો સાંજ સુધીમાં વિધીવતના સ્વીકાર થઈ જશે.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાની સુખાકારા-સલામતી માટે જુદા જુદા ૨૪ પ્રકારના સુધારા લાવવામાં આવનાર છે. લોકડાઉન અને કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર લોકોને બિરદાવવામાં આવશે. હાલ કોવિડના સંક્રમણને લઈ અધિકારીઓ સચિવોના શિરે કોરોનાની જવાબદારી છે.

હાલ પુરતી આ વિધાનસભામાં તારાંકિત પ્રશ્ર્નોતરી દાખલ કરવામાં નહીં આવે.અધ્યક્ષની સૂચના મુજબ સંબંધિત વિભાગ દ્વારા જાહેર અગત્યની બાબત કે ટૂંકી મુદતના પ્રશ્ર્નો દાખલ કરવામાં આવશે. તો ધારાસભ્યોને  સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પ્રેક્ષક દીર્ઘામાં બેસાડવામાં આવશે. વિધાનસભામાં આવનાર દરેક વ્યક્તિના કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.