Not Set/ ચક્રવાતી તોફાન ‘એમ્ફાન’ થોડા કલાકોમાં ધારણ કરી શકે છે ભયાનક સ્વરૂપ, ભારતીય નૌકાદળનાં જહાજો એલર્ટ મોડમાં

દેશમાં એક તરફ કોરોનાએ કહેર વરસાવ્યો છે, તો બીજી તરફ ચક્રવાતી તોફાન એક ભયાનક સ્વરૂપ ધારણ કરી મોટુ નુકસાન પહોંચાડી શકે છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં આશરે 1000 કિ.મી.નાં અંતરે આવતા 12 કલાકમાં ચક્રવાત ઝડપથી વધવાની ધારણા છે. વળી તે આગામી 24 કલાકમાં તીવ્ર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. દરમિયાન, ઇસ્ટર્ન નેવલ કમાન્ડ (ઇએનસી) […]

India
ef7c66c2721ab7b7bd2f07faf5858836 3 ચક્રવાતી તોફાન 'એમ્ફાન' થોડા કલાકોમાં ધારણ કરી શકે છે ભયાનક સ્વરૂપ, ભારતીય નૌકાદળનાં જહાજો એલર્ટ મોડમાં

દેશમાં એક તરફ કોરોનાએ કહેર વરસાવ્યો છે, તો બીજી તરફ ચક્રવાતી તોફાન એક ભયાનક સ્વરૂપ ધારણ કરી મોટુ નુકસાન પહોંચાડી શકે છે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં આશરે 1000 કિ.મી.નાં અંતરે આવતા 12 કલાકમાં ચક્રવાત ઝડપથી વધવાની ધારણા છે. વળી તે આગામી 24 કલાકમાં તીવ્ર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. દરમિયાન, ઇસ્ટર્ન નેવલ કમાન્ડ (ઇએનસી) ને પણ એલર્ટ થઇ ગઇ છે.

ઓડિશા ચક્રવાત તોફાન એમ્ફાન ને લઇને પી.કે. જેના, સ્પ્લિટ રીલીફ કમિશનરે જણાવ્યુ છે કે, ચક્રવાતી વાવાઝોડાને કારણે બાલાસોર, ભદ્રક, જાજપુર, ગંજામ પ્રભાવિત થઈ શકે છે. મુખ્ય સચિવે કેન્દ્રીય મંત્રીમંડળ, સેસીને વિનંતી કરી છે કે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં શ્રમિક સ્પેશિયલટ્રેનોને 3 દિવસ માટે સ્થગિત રાખવા વિચારણા કરવામાં આવે.

વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળનાં જહાજો એલર્ટ મોડમાં છે. તેઓ તબીબી સેવા અને લોકોની તમામ પ્રકારની સહાય માટે તૈનાત છે. આ જહાજોમાં મોટી સંખ્યામાં ડાઇવર્સ, ડૉક્ટર્સ અને રાહત પુરવઠો તૈયાર છે. તેમાં ખાદ્ય વસ્તુઓ, તંબુ, કપડાં, દવાઓ, ધાબળા વગેરેનો પૂરતા પ્રમાણમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં બચાવ અને રાહત પ્રયાસોને વેગ આપવા માટે જેમિની બોટ્સ અને તબીબી ટીમો સાથે બચાવ ટીમો પણ તૈયાર છે.

આપને જણાવી દઈએ કે, ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ એક ચક્રવાત તોફાનની આગાહી કરી છે. ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ, બંગાળની ખાડી ઉપર અને દક્ષિણ આંદામાન સમુદ્રની નજીક એક નીચા દબાણનો વિસ્તાર રચાઇ રહ્યો છે, જેના કારણે ઓડિશા અને આસપાસનાં વિસ્તારોમાં ચક્રવાતી તોફાન એમ્ફાનની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.