International/ ચીનમાં નકલી રસી બનાવવાના કેટલાંક કિસ્સા સામે આવ્યાં, ચાઈનીઝ ઓથોરિટીએ આવા 80 લોકોની ધરપકડ કરી | અમેરિકામાં નવા કેસમાં ઝડપથી ઘટાડો નોંધાયો, છેલ્લાં ત્રણ દિવસથી અમેરિકામાં નવા કેસમાં શાર્પ ફોલ દેખાયો |જર્મનીમાં છેલ્લાં 24 કલાકમાં જ 600થી વધુ નાગરિકોના મોત, આ સાથે જ 58,400 મોત સાથે જર્મનીએ હવે ટોપ ટેનમાં એન્ટ્રી, ઈરાન ટોપ ટેનમાંથી હવે બહાર | યુકેમાં ઝડપથી વધી રહેલાં કેસને કારણે રશિયા અને યુકે વચ્ચે હવે 50 હજારથી ઓછા કેસનું અંતર, ચોથા ક્રમે રહેલાં રશિયામાં 38 લાખ જ્યારે પાંચમા ક્રમે રહેલાં યુકેમાં પણ 38 લાખ કેસ | સ્પેનમાં ફરી 25 હજારથી વધુ નવા કેસ, સ્પેનમાં કુલ કેસ હવે 28 લાખને પાર, કુલ કેસની રીતે સ્પેન વિશ્વમાં 7મા ક્રમે પહોંચી ગયું | બ્રાઝીલમાં કુલ મૃત્યુઆંક હવે 2.25 લાખને પાર, આ સાથે જ બ્રાઝીલમાં અમેરિકાથી બરાબર અડધા મૃત્યુ નોંધાયા, અમેરિકામાં આ આંકડો સાડા ચાર લાખનો | ફ્રાન્સમાં નોંધાયેલા કુલ 32 લાખ કેસ પૈકી 29 લાખ કેસ એક્ટિવ, કોઈપણ દેશમાં આટલી બધી માત્રામાં નોંધાયેલા કેસની સરખામણીએ એક્ટિવ કેસ માત્ર ફ્રાન્સમાં જ

Breaking News