Not Set/ ચીન સામે ભારતનું ઓપરેશન આત્મનિર્ભર બન્યું તેજ, BSNL-MTNLને અપાયા આવા આદેશ…

ચીન સામે ભારતનું ઓપરેશન આત્મનિર્ભર તેજ બન્યું છે. ચીન દ્વારા LAC પર કરવામાં આવેલી અવળચંડાઇથી ભારતમાં સામાન્ય માણસથી માંડી રાજકીય ફલક પર પણ ભારે રોષ જોવામાં આવી રહ્યો છે. ઠેર ઠેર લોકો ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી ચીનને ઘૂંટણીએ લાવી દેવા એકજુટ થઇ રહ્યા છે. આ જ સમયે ભારતીય સંચાર નિગમની બે સૌથી મોટી અને મહત્વની કંપનીઓ BSNL-MTNL […]

Uncategorized
7a9d5e223f843d18ae9926dfb6d479e0 1 ચીન સામે ભારતનું ઓપરેશન આત્મનિર્ભર બન્યું તેજ, BSNL-MTNLને અપાયા આવા આદેશ...

ચીન સામે ભારતનું ઓપરેશન આત્મનિર્ભર તેજ બન્યું છે. ચીન દ્વારા LAC પર કરવામાં આવેલી અવળચંડાઇથી ભારતમાં સામાન્ય માણસથી માંડી રાજકીય ફલક પર પણ ભારે રોષ જોવામાં આવી રહ્યો છે. ઠેર ઠેર લોકો ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી ચીનને ઘૂંટણીએ લાવી દેવા એકજુટ થઇ રહ્યા છે. આ જ સમયે ભારતીય સંચાર નિગમની બે સૌથી મોટી અને મહત્વની કંપનીઓ BSNL-MTNL મહત્વનો નિર્ણય કર્યો છે. 

જી હા, BSNL-MTNL દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે કે, હવેથી માત્ર અને માત્ર સ્વદેશી મશીનરી જ વાપરવામાં આવે. ચીનના બહિષ્કારનો સરકારી આદેશ કહી શકાય તેવા આ નિર્દેશનથી ચીનની ભારતમાં માલ ડમ્પ કરી કંપીનીઓના પગ નીચે રેલો આવી જાશે તે વાત પાક્કી છે. 

આપને જણાવી દઇએ કે ભારત ગલવાનમાં મોટું કરવાના મૂડમાં હોવાનું વલણ સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે.  ભારત દેમચોક-પેગોંગ પાસે ગામો ખાલી કરાવાશે અને લદ્દાખમાંથી સેનાની 1 ઈંચ પીછેહઠ નહીં કરવામાં આવે તે સ્પષ્ટતા થઇ ચૂકી છે. ભારતીય સેનાએ ચીન સરહદ મામલે પોતાની પોલીસી બદલી છે. 

ભારત-ચીનના અંગે PM મોદી સર્વપક્ષીય બેઠક યોજશે. આવતી કાલે એટલે કે, 19 જૂને PM મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવવા જઇ રહી છે. ચીન સામે ભારતનું ઓપરેશન આત્મનિર્ભર તેજ બનાવવાની પહેલ ભારતે BSNL-MTNL દ્રારા કરી દીધી હોવાનું સામે આવી રહ્યું છે. આદેશ અપાયા છે કે, 4G અપગ્રેડમાં ચીની મશીનરી નહીં વાપરવામાં આવે. સ્વદેશી મશીનરી જ વાપરવા સરકારી તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews