મુંબઇ,
થોડા દિવસ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે કબીર ખાનની નવી ફિલ્મ ’83’ માં લગ્ન પછી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોવા મળી શકે છે. આ ફિલ્મ 1983 માં ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા જીતવામાં આવેલ ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત હશે. જેમાં રણવીર સિંહ જાણીતા ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા નિભાવશે.એવું કહેવામાં આવ્યું હતું કે દીપિકા કપિલ દેવની પત્નીના રોલ ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે દીપિકા પાદુકોણે ફિલ્મ ’83’ માં કામ કરવાનો ઇનકાર કર્યો છે.
આ કારણસર ફિલ્મ કરવાનો કર્યો ઇનકાર..
જણાવીએ કે દીપિકાને લાગે છે કે ફિલ્મમાં તેના માટે કંઈ ખાસ નથી, જેના કારણે તેણીએ તેના હાથ આ ફિલ્મથી પાછળ ખેંચી લીધી છે. એક અહેવાલ મુજબ, “83” ફિલ્મની સ્ટોરી કપિલ દેવ અને ક્રિકેટ વર્લ્ડ કપની આસપાસ જ ફરતી જોવા મળશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણની ભૂમિકા ખૂબ જ ઓછી હતી. તેથી જ દીપિકા પાદુકોણે આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો છે. દીપિકા માંથી ઈચ્છતી કે તે કોઈ પણ ફિલ્મ એટલા માટે સાઈન કરે કે તેમાં રણવીર સિંહ છે.
વેલ જોવામાં આવે તો દીપિકા પાદુકોણનો આ નિર્ણય એક રીતે સાચો જ છે. કારણ કે, તે જાણે છે કે પ્રેક્ષકો મૂવી જોવા માટે તેની અને રણવીરની જોડીને જોવા માત્ર ફિલ્મની ટિકિટ ખરીદી કરશે અને જો ફિલ્મ તેમની અપેક્ષાઓ પર ખરીના ઉતરી તો પ્રેક્ષકો ખૂબ જ નિરાશ થશે. ‘બાજીરાવ મસ્તાની’ અને ‘રામલીલા’ જેવી બંને ફિલ્મોમાંના કિરદાર બરાબર હતા, તેથી પ્રેક્ષકોએ તેને એન્જોય કરી હતી.
વાત કરવામાં આવે દીપિકા પાદુકોણની પ્રોફેશનલ લાઈફ વિશે તો તે હાલ મેઘના ગુલઝારની ‘છાપક’માં વ્યસ્ત છે. તેણી આ મૂવીમાં તે એસિડ એટેક સરવાઇવરની ભૂમિકા ભજવી રહી છે. જો અહેવાલોનું માનવામાં આવે તો, દીપિકા આ ફિલ્મ પછી સુપરહીરો ફિલ્મમાં કામ કરશે, જેમાં મુખ્ય પાત્રમાં જોવા મળશે.