Not Set/ ચુંટણી પહેલા જુઓ ચુંટણીને લઈને ગુજરાતીઓનુ મંતવ્ય

ચૂંટણી પંચ દ્રારા એક સર્વે કરવામાં આવ્યો કે ગુજરાતના મતદારોનુ ચુંટણીને લઈને વલણ શુ છેજેમા મતદારો પાસેથી કેટલીક ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી. આ સર્વે પાંચ પ્રદેશમાં અને વિધાનસભાના ૪૯ મતદાનક્ષેત્રોમાં કરાયો છે. તેને પાંચ શ્રેણીમાં વહેચી દેવામાં આવ્યો છે. શહેરી, અર્ધ શહેરી, ગ્રામ્ય પછાત, વન્ય વિસ્તાર અને વિકાસશીલ, ઔધોગિક, રણ પ્રદેશ, અને દરિયાઇ પ્રદેશમાં […]

India
IMG 20171025 SL0010 ચુંટણી પહેલા જુઓ ચુંટણીને લઈને ગુજરાતીઓનુ મંતવ્ય

ચૂંટણી પંચ દ્રારા એક સર્વે કરવામાં આવ્યો કે ગુજરાતના મતદારોનુ ચુંટણીને લઈને વલણ શુ છેજેમા મતદારો પાસેથી કેટલીક ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી. આ સર્વે પાંચ પ્રદેશમાં અને વિધાનસભાના ૪૯ મતદાનક્ષેત્રોમાં કરાયો છે. તેને પાંચ શ્રેણીમાં વહેચી દેવામાં આવ્યો છે. શહેરી, અર્ધ શહેરી, ગ્રામ્ય પછાત, વન્ય વિસ્તાર અને વિકાસશીલ, ઔધોગિક, રણ પ્રદેશ, અને દરિયાઇ પ્રદેશમાં સર્વે કરાયો છે.

ચુંટણી પ્રક્રિયા અંગે મતદારોની સમજ કેવી છે?

૮૫ ટકા લોકો જાણે છે કે મતદાન કરવા માટે કેટલી ઉંમરે મંજુરી મળે છે, પરતું ૮ ટકા લોકો જાણે છે કે ૧લી જાન્યુઆરી છેલ્લી તારીખ ગણવામાં આવે છે.૯૧ ટકા લોકો રાષ્ટ્રીય મતદાર દિવસ વિશે જાણે છે. માત્ર ૩ ટકા લોકોને મતદાર દિવસ વિશે જાણ છે.૪૫ ટકા લોકોને નોટા એટલે શું તેની ખબર નથી.૬૭ ટકા લોકોને ખબર નથી કે ઇવીએમમાં બ્રેઇલ અક્ષરો અંકીત કરેલા હોય છે.૮૭ ટકા લોકોને વોટર વેરીફાયેબલ પેપર ઓડીટ ટ્રેઇલ ફફઁછ્ એટલે શું તે ખબર નથી.

મતદારોના ચુંટણી અંગે શું મંતવ્ય છે?૫૪ ટકા લોકોનું માનવું છે કે ચુંટણી પારદર્શક રીતે યોજાય છે જયારે ૧૯ ટકા લોકોને ચુંટણી પારર્દિશતાથી હોવાનું માનતા નથી.૫૬ ટકા લોકો માને છે કે ઇવીએમ ચોક્કસ પરિણામ આપે છે અને ૧૬ ટકા અસહમત થયા છે.૪૪ ટકા લોકો માને છે કે ચુંટણી સમયે પૈસા અને પાવરનું પ્રભુત્વ વધે છે. જયારે ૨૯ ટકા લોકો અસહમત છે.૬.૬ ટકા મતદારો માને છે કે મતદાર તરીકે નામ જોડવાની પ્રક્રિયા થોડી મુશ્કેલીભરી છે.

મતદારોનો મિજાજ શું છે?

૯૨.૬ ટકા મતદારો વિચારે છે કે તેમના મતદાન કરવાથી દેશમાં કોઇ સારૃ પરિવર્તન આવશે.પોતાના જ પરિવારના લોકો, મિત્રો, રાજકારણીઓના દ્વારા ચોક્કસ પક્ષને મત આપવાનું દબાણ હોય તેમ છતા તેઓ તેમને અવગણીને સ્વતંત્ર રીતે મતદાન કરે છે.

મતદારોની ભાગીદારી

મોટા ભાગના ( ૯૮.૬ ટકા) મતદારો પાસે મતદાર ઓળખપત્રો છે, પરતું દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મતદારો પાસે ઓળખપત્રો નથી.૬૯.૫૩ ટકા મતદારોને મતદાર તરીકે નામ જોડવાની પ્રકિયા સરળ લાગે છે, પરતું તેમણે મતદારોએ કયારેય મતદાન કર્યુ નથી.૬૧ ટકા લોકોએ મતદાર તરીકે નામ જોડવાનો પ્રયત્ન કર્યો નથી કારણકે તેમને આ પ્રક્રિયા અંગે કોઇ માહિતી નથી.

મતદાન નહી કરવાના કારણો

મતદાર યાદીમાં નામ નહી હોવાથી મતદાન નથી કરાતું.મતદાર ઓળખપત્ર નહી હોવાથી મતદાન થતુ નથી