Not Set/ છેલ્લો 1 માસ, 5 દિપડા, 51 હુમલા, 4 બાળકોનાં મોત; ત્રીજો રાની દિપડો પુરાયો પીંજરે

છેલ્લા મહિનામાં 5 દીપડા દ્વારા 51 જુદા જુદા હુમલા કરવામાં આવ્યા હતા. હુમલામાં ચાર બાળકોના મોત થયા હતા. 5 હુમલા ખોર દિપડામાં આજની પકડાયો તે દિપડા સહિત કુલ ત્રણ દીપડા ઝડપાયા છે. ત્રણે દીપડાઓએ જ્યાં બાળકોને શિકાર બવ્યા હતા, ત્યાં જ પાંજરે પુરાયા છે.   ઉલ્લેખનીય છે કે, ધાનપુર તાલુકામાં ગત તા.7.8.20 ના રોજ સાંજે 7.00  વાગ્યા  ના સમયે  ઘર બહાર છુપાઈ […]

Gujarat Others
07b57cef16bd43e728505fd34b7fa5e4 1 છેલ્લો 1 માસ, 5 દિપડા, 51 હુમલા, 4 બાળકોનાં મોત; ત્રીજો રાની દિપડો પુરાયો પીંજરે

છેલ્લા મહિનામાં 5 દીપડા દ્વારા 51 જુદા જુદા હુમલા કરવામાં આવ્યા હતા. હુમલામાં ચાર બાળકોના મોત થયા હતા. 5 હુમલા ખોર દિપડામાં આજની પકડાયો તે દિપડા સહિત કુલ ત્રણ દીપડા ઝડપાયા છે. ત્રણે દીપડાઓએ જ્યાં બાળકોને શિકાર બવ્યા હતા, ત્યાં જ પાંજરે પુરાયા છે.  

ઉલ્લેખનીય છે કે, ધાનપુર તાલુકામાં ગત તા.7.8.20 ના રોજ સાંજે 7.00  વાગ્યા  ના સમયે  ઘર બહાર છુપાઈ રહેલા વન્યપ્રાણી દીપડાએ ૭ (સાત)  વર્ષીય બાળકી ધોળકીબેન સમસુભાઈ ભુરિયા રે.સુરા ફળીયા કાંટુ તા.ધાનપુર પર હુમલો કરી ગળાના ભાગે પકડી 500 મીટર સુધી જંગલ માં ઘસડી લઈ જઇ મોત નિપજાવેલ એ વિસ્તારથી અડધા કિમિ અંતરે આજે તા.17.8.20 ના રોજ નર દીપડો પાંજરે પુરાયો હતો.

ધાનપુર વિસ્તારમાં દિપડાનાં હુમલાનાં કારણે જે ચાર માનવ મૃત્યુ થયા હતા, તે તમામ વિસ્તારમાંથી રાની દીપડા પકડી લેવામાં આવ્યા છે. આ તમામ કિસ્સામાં વન વિભાગની ટીમે પડતા વરસાદમાં દિવસ રાત જોયા વગર પાંજરા મૂકી આ દીપડાને પાંજરે પુરી ધાનપુર તાલુકાના લોકો ને રાહત આપી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews