જંત્રીમાં વધારો-બિલ્ડરો નારાજ/ જંત્રીમાં અચાનક જ વધારાથી બિલ્ડરો ધુંઆપુઆઃ ગ્રાહકો સાથે મોટાપાયે સંઘર્ષની શક્યતા

રાજ્ય સરકારે શનિવારે અચાનક જ જંત્રી બમણી કરવાનો પરિપત્ર જાહેર કરતાં બિલ્ડરો ધુંઆપુઆં થઈ ગયા છે. બિલ્ડરોનું સ્પષ્ટપણે માનવું છે કે રાજ્ય સરકારનો આ વિચાર્યા વગરનો નિર્ણય છે અને તે પણ તાકીદના અસરથી જંત્રીમાં વૃદ્ધિ-બિલ્ડરો નારાજ લાગુ પાડવામાં આવ્યો છે.

Top Stories Gujarat
જંત્રીમાં વધારો-બિલ્ડરો નારાજ

– ક્રેડાઇના સભ્યો વચ્ચે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજાશે

– બિલ્ડરો રાજ્ય સરકારને વધારા સામે સોમવારે રજૂઆત કરશે

– ભાવવધારા કરતાં અચાનક જ ભાવવધારો કરવામાં આવ્યો તેની સામે વાંધો

જંત્રીમાં વૃદ્ધિ-બિલ્ડરો નારાજ રાજ્ય સરકારે શનિવારે અચાનક જ જંત્રી બમણી કરવાનો પરિપત્ર જાહેર કરતાં બિલ્ડરો ધુંઆપુઆં થઈ ગયા છે. બિલ્ડરોનું સ્પષ્ટપણે માનવું છે કે રાજ્ય સરકારનો આ વિચાર્યા વગરનો નિર્ણય છે અને તે પણ તાકીદના અસરથી જંત્રીમાં વૃદ્ધિ-બિલ્ડરો નારાજ લાગુ પાડવામાં આવ્યો છે.

રાજકોટમાં એકબાજુ મ્યુનિસિપાલિટીએ પાણી વેરા જેવા સામાન્ય દરમાં સીધો 300 ટકાનો વધારો સૂચવ્યો છે.જંત્રીમાં વૃદ્ધિ-બિલ્ડરો નારાજ ત્યાં સરકારે આ બીજો મોટો આંચકો આપતા સીધી જંત્રી બમણી કરી દીધી છે. કોઈને તેના માટે જરા પણ સમય આપ્યો નથી. તેઓને ખબર નથી કે આના લીધે કોર્ટ કેસોની સંખ્યા વધી જશે, બિલ્ડરો અને ગ્રાહકો વચ્ચેના સંબંધો વણસશે. આ નવી જંત્રી સોમવારથી લાગુ પડવાની છે.

બિલ્ડર એસોસિયેશનના જણાવ્યા મુજબ સરકારે અચાનક લીધેલો નિર્ણય કેટલાય લોકોની મુશ્કેલીમાં વધારો કરશે. ક્રેડાઈ ગાયહેડ બિલ્ડર એસોસિયેશન દ્વારા સરકારના આ નિર્ણયના અમલમાં થોડા સમયની છૂટછાટ આપવામાં આવે તે પ્રકારની રજૂઆત સોમવારે કરવામાં આવશે, એમ એસોસિયેશનના ઉપપ્રમુખ સુજીતભાઈ ઉદાણીએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અચાનક જ જંત્રી બમણી કરી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મૂકાયા છે. ક્રેડાઈ આ મુદ્દે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજશે. સુજીત ઉદાણીએ પણ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે સરકારે જંત્રીના ભાવમાં કરેલા વધારા સામે વાંધો નથી, પરંતુ આ વધારો રાતોરાત કરવામાં આવ્યો તેની સામે વાંધો છે.

સરકારે આ ભાવવધારો કર્યો તે પહેલા સરવે કરવો જોઈતો હતો. બિલ્ડરો અને લોકોને સમયમર્યાદા આપવી જોઈતી હતી. સરકારે તાત્કાલિક જંત્રીના ભાવ બમણા કરતા બિલ્ડરો અને મિલકત ખરીદનારા લોકોને મુશ્કેલી થવાની છે. બિલ્ડરોને કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં નુકસાની વેઠવી પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત જંત્રીના ભાવ વધતા અનેક દસ્તાવેજો અને આર્થિક વ્યવહારો પણ અટકી શકે તેમ છે. આ મામલે બિલ્ડર એસોસિયેશન દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

શામળાજી મંદિર/ મહાસુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

ગંદકીનું સામ્રાજ્ય/ અમદાવાદના એસટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્યઃ પીએમના સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડ્યા

વ્યાજખોરોનો આતંક/ વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદમાં વધુ એક વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ