Not Set/ જમ્મુકાશ્મીરનાં શોપીયાંમાં એન્કાઉન્ટર, સેનાનાં જવાનોએ ત્રણ આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં, મંગળવારે સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળો અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં આ આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, કાશ્મીરમાં છેલ્લા 17 દિવસો અને આજનાં દિવસ સહિત 30 આતંકવાદીઓ માર્યા ગયા છે. નવી માહિતી અનુસાર, આજે સુરક્ષા દળો અને પોલીસે શોપિયાનાં તુર્કવાંગામ વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર […]

India
3a84cd940de2659661bf63c9970a220e 1 જમ્મુકાશ્મીરનાં શોપીયાંમાં એન્કાઉન્ટર, સેનાનાં જવાનોએ ત્રણ આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં, મંગળવારે સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળો અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં આ આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, કાશ્મીરમાં છેલ્લા 17 દિવસો અને આજનાં દિવસ સહિત 30 આતંકવાદીઓ માર્યા ગયા છે.

નવી માહિતી અનુસાર, આજે સુરક્ષા દળો અને પોલીસે શોપિયાનાં તુર્કવાંગામ વિસ્તારમાં સંયુક્ત કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જમ્મુ-કાશ્મીરનાં પોલીસ મહાનિર્દેશક દિલબાગસિંહે સોમવારે જણાવ્યું હતું કે, ખીણમાં છેલ્લા 17 દિવસમાં વિવિધ સંગઠનોનાં 27 આતંકવાદીઓ માર્યા ગયા છે, જેના કારણે આતંકવાદીઓ ભયમાં છે અને હવે નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે.

ડોડા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બેઠકમાં ભાગ લેતાં સિંહે કહ્યું, ‘શાંતિ સુનિશ્ચિત કરવા માટે (કાશ્મીરમાં), અમે છેલ્લા 16-17 દિવસમાં 27 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનનાં હતા. તેઓ હતાશ છે. હવે તેઓ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આવી હરકતોનાં કારણે ખીણનાં લોકોમાં આતંકવાદીઓ સામે ગુસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.