Not Set/ જમ્મુ-કાશ્મીરમાં વાટાઘાટકાર તરીકે દિનેશ્વર શર્માની નિમણૂક

જમ્મુ-કાશ્મીરમાં વાટાઘાટકાર તરીકે ભૂતપૂર્વ આઈબી ચીફ દિનેશ્વર શર્માની નિમણૂક કરવામાં આવી છે. તેના સંદર્ભે વાત કરતા જનરલ બિપિન રાવતે કાશ્મીરમાં સેનાના અભિયાનો પર અસર નહીં પડવાની વાત કહી છે.પરંતુ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને પહેલા જ કહી દેવામાં આવ્યું છે કે, તેઓ પાછા હટી જાય.એનઆઈએને ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની સામે આકરું વલણ અત્યાર નહીં કરવાના […]

India

જમ્મુ-કાશ્મીરમાં વાટાઘાટકાર તરીકે ભૂતપૂર્વ આઈબી ચીફ દિનેશ્વર શર્માની નિમણૂક કરવામાં આવી છે. તેના સંદર્ભે વાત કરતા જનરલ બિપિન રાવતે કાશ્મીરમાં સેનાના અભિયાનો પર અસર નહીં પડવાની વાત કહી છે.પરંતુ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને પહેલા જ કહી દેવામાં આવ્યું છે કે, તેઓ પાછા હટી જાય.એનઆઈએને ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની સામે આકરું વલણ અત્યાર નહીં કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરનારી એનાઈએ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ટેરર ફંડિંગ મામલે મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.અને અત્યાર સુધીના સૌથી મોટા હવાલા રેકેટનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે. એનઆઈએ દ્વારા હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈની ધરપકડ કરવામાં આવી છે.