Not Set/ જયપુરમાં હાર્દિકની અટકાયત, કેજરીવાલે હાર્દિકને મુક્ત કરવા કહ્યું

નવી દિલ્હીઃ જયપુર એરપોર્ટ પર પાટીદાર અનામત આંદોલન સમિતિના (પાસ) ના કન્વિનરની અટકાયત કરવામાં આવી છે. આ મામલે અરવિંદ કેજરીવાલે ટ્વીટર પર પ્રતિક્રિયા આપતા વસુંધરા સરકારને હાર્કિકને મુક્ત કરવા માટે કહ્યું છે. જયપુરમાં અરવિંદ કેજરીવાલની આજે પહેલી સભા છે. ત્યારે હાર્દિક પટેલ ઉત્તર ભારતમાં સતત ફરી રહ્યો છે. રાષ્ટ્રીય નેતાઓને મળી રહ્યો છે. હાર્દિક પટેલને […]

Uncategorized

નવી દિલ્હીઃ જયપુર એરપોર્ટ પર પાટીદાર અનામત આંદોલન સમિતિના (પાસ) ના કન્વિનરની અટકાયત કરવામાં આવી છે. આ મામલે અરવિંદ કેજરીવાલે ટ્વીટર પર પ્રતિક્રિયા આપતા વસુંધરા સરકારને હાર્કિકને મુક્ત કરવા માટે કહ્યું છે.

જયપુરમાં અરવિંદ કેજરીવાલની આજે પહેલી સભા છે. ત્યારે હાર્દિક પટેલ ઉત્તર ભારતમાં સતત ફરી રહ્યો છે. રાષ્ટ્રીય નેતાઓને મળી રહ્યો છે.

હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટે 6 મહિના ગુજરાત બહાર રહેવાની શરતે જામીન આપ્યા છે. એટલા માટે તે રાજસ્થાનના ઉદયપુરમાં રહી રહ્યો છે.

હાર્દિક પટેલના 17 જાન્યુઆરીએ 6 મહિના પુરા થઇ રહ્યા છે ત્યાર બાદ તે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મોટી સભા યોજવાનો છે. જેમા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર રહશે.