Not Set/ જાણીતા ગીટાર વાદક એડી વૈન હેલનનું કેન્શરથી નિધન

  જાણીતા ગિટારવાદક એડી વૈન હેલેનનું મંગળવારે અવસાન થયું છે. તે લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. એડી વાન હેલેન વિશ્વવ્યાપી લોકપ્રિય હાર્ડ રોક ગ્રુપમાં ગિટારિસ્ટ હતા. એડીનાં મૃત્યુની જાણ તેમના પુત્ર દ્વારા કરવામાં આવી હતી. એડીનાં પુત્ર વોલ્ફ વૈન હેલેને ટ્વિટર પર એક ટ્વીટ કરીને એડી વૈનની મોતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું […]

World
bd1ca1e429cb966597fda9bfd8eaa1d9 જાણીતા ગીટાર વાદક એડી વૈન હેલનનું કેન્શરથી નિધન
 

જાણીતા ગિટારવાદક એડી વૈન હેલેનનું મંગળવારે અવસાન થયું છે. તે લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. એડી વાન હેલેન વિશ્વવ્યાપી લોકપ્રિય હાર્ડ રોક ગ્રુપમાં ગિટારિસ્ટ હતા.

એડીનાં મૃત્યુની જાણ તેમના પુત્ર દ્વારા કરવામાં આવી હતી. એડીનાં પુત્ર વોલ્ફ વૈન હેલેને ટ્વિટર પર એક ટ્વીટ કરીને એડી વૈનની મોતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, હું વિશ્વાસ કરી શકતો નથી કે હું આ લખી રહ્યો છું, પરંતુ મારા પિતા એડવર્ડ લોડવિક વૈન હેલેનનું નિધન થયું છે, તેમણે કેન્સર સામે જોરદાર લડત આપી. એડી 65 વર્ષનાં હતા.

આ પણ વાંચો – MI vs RR/ મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેળવી આસાન જીત, લગાવી જીતની હેટ્રીક

એડીનાં પુત્ર વોલ્ફે પિતાનાં અવસાન પર ભાવનાત્મક પોસ્ટ લખી હતી, તેમણે લખ્યું હતું કે, “તે મહાન પિતા હતા, એક ક્ષણ તેમની સાથે અહીં સ્ટેજ પર વિતાવ્યો હતો અને મારા માટે તે એક-એક ખાસ ઉપહાર છે.” મારું હૃદય તૂટી ગયું છે અને મને નથી લાગતું કે હું આ નુકસાનમાંથી કદી ઠીક થઈશ. હું તમને ખૂબ પ્રેમ કરુ છુ પોપ.

આ પણ વાંચો – અમદાવાદ/ UP નાં હાથરસની ઘટનાનાં વિરોધમાં આજે કોંગ્રેસ પાર્ટી શહેરમાં નિકાળશે પ્રતિકાર યાત્રા

આપને જણાવી દઈએ કે, એડી હેલેનનો જન્મ નેધરલેન્ડમાં થયો હતો, જ્યારે તેનો ઉછેર કેલિફોર્નિયામાં થયો હતો. વૈન હેલેને 1970 માં તેના ભાઈ એલેક્સ સાથે રોક ગ્રુપ શરૂ કર્યું અને ઝડપથી લોકપ્રિયતા મેળવી. આ ગ્રુપે રનિંગ વિથ ધ ડેવિલ અને ઇરપ્શન જેવા હિટ ગીતો આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.