Not Set/ જાણી લેજો આવા સમાજ સેવકોને…શ્રમિકોને 710 રૂપિયાની ટિકિટ 2500માં વેચાઈ છે

એક તરફ લાંબા લોકડાઉન કાળનાં કારણે શ્રમિકો અટવાયા છે, પૈસા પુરા થઇ ગયા છે. ધંધો રોજગારી છે નહીં. લાંબા સમયે સરકાર દ્વારા વતન ફરી શકે તે માટે ટ્રેનો શરુ કરવામાં આવી છે. ટ્રેનો રદ્દ થઇ રહી છે આવા અનેક પ્રકારનાં પ્રશ્નો વચ્ચે શ્રમિકોનાં શોષણનો કિસ્સો સામે આવતા સનસની મચી જવા પામી છે.  શ્રમિકોની વતન વાપસી […]

Gujarat Surat

એક તરફ લાંબા લોકડાઉન કાળનાં કારણે શ્રમિકો અટવાયા છે, પૈસા પુરા થઇ ગયા છે. ધંધો રોજગારી છે નહીં. લાંબા સમયે સરકાર દ્વારા વતન ફરી શકે તે માટે ટ્રેનો શરુ કરવામાં આવી છે. ટ્રેનો રદ્દ થઇ રહી છે આવા અનેક પ્રકારનાં પ્રશ્નો વચ્ચે શ્રમિકોનાં શોષણનો કિસ્સો સામે આવતા સનસની મચી જવા પામી છે. 

શ્રમિકોની વતન વાપસી માટે સરકાર દ્વારા ટ્રેનો શરુ કરવામાં આવી, સરકારના કહેવા પ્રમાણે આ ટ્રેનોમાં મફત મુસાફરી કરવા દેવામાં આવે છે અથવા તો તદન વ્યાજબી ભાડા સાથે મુસાફરી સુલભ છે. પરંતુ આવા સમયે પણ લાલચુઓ બાદ આવતા નથી અને આવા પરિસ્થિતિથી માર ખાધેલા શ્રમિકોને પણ લુંટવામાં ક્ષોભ અનુભવતા નથી. આવો જ મામલો સુરતથી સામે આવી રહ્યો છે. જી હા, સુરતમાં શ્રમિકોને વતન મોકલી ટ્રેનની ટિકિટના કાળા બજાર થતા હોવાની વાત સામે આવી રહી છે. સુરતથી ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં જતી ટ્રેનની ટિકીટો કાળાબજાર કરવામાં આવી રહી હોવાની વાત સામે આવી રહી છે. 

શ્રમિકોને 710 રૂપિયાની ટિકિટ 2500માં વેચાઈ રહી હોવાની  રાવ ઉઠી રહી છે. અને આ શોષિત વેચાણ કરનાર બીજા કોઇ નહીં પરંતુ કહેવાતા સમાજીક આગેવાનો જ હોવાનું સામે આવતા સનસની મચી જવા પામી છે.   
સામાજિક આગેવાનો દ્વારા શ્રમિકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આપને જણાવી દઇએ કે, અગાઉ પણ ટિકીટના કાળા બજાર કરતા બે શખ્સો ઝડપાયા હતા. ત્યારે ફરી કાળાબજારીઓ સક્રિય થતા શ્રમિકોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યા જેવો ક્યાસ જોવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….