Not Set/ જાણો, કઈ રીતે બનાવો તમારા સ્માર્ટફોનને ઘરનો સિક્યુરિટી કેમેરા

આજના ટેકનોલોજીના યુગમાં માર્કેટમાં એક એકથી ચડિયાતા લેટેસ્ટ ફીચર્સવાળા સ્માર્ટફોન મળી રહ્યા છે. આ કારણે દરેક વ્યક્તિ થોડાક સમય બાદ પોતાનો સ્માર્ટફોન બદલે છે, તેના કારણે જુના સ્માર્ટફોનને ભંગાર સમજીને મૂકી દેવામાં આવે છે અથવા તો તેને સેકન્ડમાં વેચવામાં આવે છે. પરંતુ તમારો આં જ જુનો સ્માર્ટફોન તમારા માટે ઘણો જ કામનો સાબિત થઇ શકે […]

Tech & Auto
cctv smartphone security camera app limited features જાણો, કઈ રીતે બનાવો તમારા સ્માર્ટફોનને ઘરનો સિક્યુરિટી કેમેરા

આજના ટેકનોલોજીના યુગમાં માર્કેટમાં એક એકથી ચડિયાતા લેટેસ્ટ ફીચર્સવાળા સ્માર્ટફોન મળી રહ્યા છે. આ કારણે દરેક વ્યક્તિ થોડાક સમય બાદ પોતાનો સ્માર્ટફોન બદલે છે, તેના કારણે જુના સ્માર્ટફોનને ભંગાર સમજીને મૂકી દેવામાં આવે છે અથવા તો તેને સેકન્ડમાં વેચવામાં આવે છે.

પરંતુ તમારો આં જ જુનો સ્માર્ટફોન તમારા માટે ઘણો જ કામનો સાબિત થઇ શકે છે. જો તમારા જુના સ્માર્ટફોનનો કેમેરો સારો છે તો તેને તમે સીસીટીવી અથવા Security Camera ની જેમ ઉપયોગ કરી શકો છો. એવા કેમેરાથી તમે પોતાના ઘર, પેટ્સ, વાહન વગેરે પર નજર રાખી શકો છો.

download 49 1 જાણો, કઈ રીતે બનાવો તમારા સ્માર્ટફોનને ઘરનો સિક્યુરિટી કેમેરા

જાણો, તમારા સ્માર્ટફોનને સીસીટીવી અથવા સિક્યુરિટી કેમેરા તરીકે કઈ રીતે ઉપયોગ કરી શકો છો :

  • સૌથી પહેલા પોતાના ફોનમાં પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરથી ‘સિક્યોરિટી કેમરા’ એપ ડાઉનલોડ કરો.
  • તમારા ગૂગલ એકાઉન્ટની જાણકારી એપમાં સબમિટ કરો. તમારું નામ અને પાસવર્ડ ફિલ કરો. ત્યાર બાદ તમને ઓપ્શન કેમરા અને વ્યુઅર દેખાશે.
  • ત્યાર બાદ કેમરા એપ પર ક્લિક કરો અને નેક્સ્ટ બટન ક્લિક કરો. તમારા સ્માર્ટફોનમાં પોતાની જાતે કેમરો ચાલુ થઇ જશે. તેના કેમરા વ્યુઅર ક્લાઈન્ટનો વેટ કરશે.34a87b4844e5ea9c97ba73f870705f1e જાણો, કઈ રીતે બનાવો તમારા સ્માર્ટફોનને ઘરનો સિક્યુરિટી કેમેરા
  • સ્માર્ટફોનનો કેમરો બ્લેક અથવા ફરી વિઝીબલ મોડમાં આવી શકે છે.
  • જો તમે બ્લેંક સ્ક્રીન ઓપ્શન સિલેક્ટ કરો છો તો સ્માર્ટફોનની સ્ક્રીન રેકોર્ડીંગ દરમિયાન ઓફ રહેશે. ત્યાર બાદ તેને તમે એવી જગ્યાએ કેમેરાને લગાવી શકો છો, જ્યાંથી વિડીયો યોગ્ય રીતે શૂટ થઇ શકે.