Not Set/ જાણો કેમ નામચીન બિલ્ડર વિરુદ્ધ રાજકોટનો એક પરિવાર ધરણાં પર બેઠો…

રાજકોટનાં એક નામચીન બિલ્ડર વિરુદ્ધ રાજકોટનો જ એક પરિવાર ધરણાં પર બેઠો હોવાની વિગતો સામે આવી રહી છે. જુના મિલકત ધારક પરિવાર દ્વારા બિલ્ડર વિરુદ્ધ અન્યાય કરી કરાર મુજબ દુકાન ન આપવાનાં આક્ષેપો કરતા ધરણા પર બેસવાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. પરિવારનાં કહેવા પ્રમાણે પોતાનાં જુના મકાન પર બિલ્ડીંગ બનાવતા પહેલા બિલ્ડરે જુના મકાનનાં અવેજમાં નવી દુકાન બનાવી આપવા કરાર કર્યો હતો. કરાર […]

Gujarat Rajkot
2604f91ac572be39ac224fb085a5ecb5 જાણો કેમ નામચીન બિલ્ડર વિરુદ્ધ રાજકોટનો એક પરિવાર ધરણાં પર બેઠો...

રાજકોટનાં એક નામચીન બિલ્ડર વિરુદ્ધ રાજકોટનો જ એક પરિવાર ધરણાં પર બેઠો હોવાની વિગતો સામે આવી રહી છે. જુના મિલકત ધારક પરિવાર દ્વારા બિલ્ડર વિરુદ્ધ અન્યાય કરી કરાર મુજબ દુકાન ન આપવાનાં આક્ષેપો કરતા ધરણા પર બેસવાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે.

પરિવારનાં કહેવા પ્રમાણે પોતાનાં જુના મકાન પર બિલ્ડીંગ બનાવતા પહેલા બિલ્ડરે જુના મકાનનાં અવેજમાં નવી દુકાન બનાવી આપવા કરાર કર્યો હતો. કરાર મુજબ દુકાન ન ફાળવી પોતાને અન્યાય કર્યાની વાતને લઇને પીડિત પરિવાર હાલ દુકાન પાસે જ ધરણા પર બેઠો છે.

વિગત જોવામાં આવે તો પીડિત પરિવાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, કરાર કર્યો હતો તે પ્રમાણે બધા(તેમની સાથેનાં બાકી લોકો)ને નિયમ મુજબ દુકાન ફાળવવામાં આવી છે. એક જ વ્યક્તિ એટલે કે, પોતાની સાથે જ અન્યાય કરવામાં આવ્યો છે.

બિલ્ડરે દુકાન તો ફાળવી પણ કપાતમાં આવતી દુકાન ફાળવતા દુકાનદાર મુંજવણમાં આવી ગયા અને દુકાન નહિ મળે તો પરિવાર સહિત આત્મવિલોપન કરશે તેવી ચિમકી સાથે બિલ્ડર નીલ કોટેચા વિરુદ્ધ અન્યાયનાં આક્ષેપો સાથે સહપરિવાર ધરણા પર બેસી ગયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews