Not Set/ જાણો.. વક્રી શનિથી કોને લાભ, કોને ગેરલાભ ? મેષથી મિન રાશિ સુધીનું વિગતવાર પૃથ્થકરણ..

તા. 11-5-2020, સવારે 9.40 થી વક્રી થયેલા આગમી તા. 29-9-2020 સવારે 10.43 સુધી શનિદેવ મકર રાશિમાં વક્રી ભ્રમણ કરશે. શનિદેવનું આટલું લાંબુ ભ્રમણ કોઈકને લાભ આપશે અને કોઈકને ગેરલાભ. એક વાત આપણે બરાબર સમજી લઈએ કે કોઈપણ ગ્રહ ખરાબ નથી. આપણો તે ગ્રહ સાથે કેવો પનારો પડ્યો છે તેની ઉપર આખી ય વાત આધાર રાખે […]

Uncategorized
82fb4516bbfefd3228a2c7b6b3951ff6 જાણો.. વક્રી શનિથી કોને લાભ, કોને ગેરલાભ ? મેષથી મિન રાશિ સુધીનું વિગતવાર પૃથ્થકરણ..

તા. 11-5-2020, સવારે 9.40 થી વક્રી થયેલા આગમી તા. 29-9-2020 સવારે 10.43 સુધી શનિદેવ મકર રાશિમાં વક્રી ભ્રમણ કરશે.

શનિદેવનું આટલું લાંબુ ભ્રમણ કોઈકને લાભ આપશે અને કોઈકને ગેરલાભ. એક વાત આપણે બરાબર સમજી લઈએ કે કોઈપણ ગ્રહ ખરાબ નથી. આપણો તે ગ્રહ સાથે કેવો પનારો પડ્યો છે તેની ઉપર આખી ય વાત આધાર રાખે છે. જો આપણી મૂળ જન્મકુંડળીમાં શનિદેવ યોગકારક હોય અથવા શુભગ્રહથી દૃષ્ટ હોય તો તે શનિ મહારાજ જાતકને બહુ દુઃખદાયક નહીં નિવડે.

સાથે સાથે, જે જાતકની જન્મકુંડળી જન્મના શનિદેવ વક્રી હશે તો તેવા જાતકને કંઈક વિશેષ ફળ પ્રાપ્ત થશે.

જ્યારે શનિમહારાજે વક્રી ભ્રમણ શરૂ કર્યું ત્યારે ગોચરમાં મિથુન લગ્ન ઉદિત થયું અને લગ્નમાં રાહુ હતો. ચંદ્ર મહારાજ ધન રાશિમાં કેતુ સાથે યુતિ બનાવીને બેઠા હતા અને આકાશમાં કાળસર્પ યોગ પણ રચાયેલો હતો. શનિમહારાજ સ્વયં ઉત્તરાભાદ્રાપદ નક્ષત્રના ચોથા ચરણમાંથી પસાર થઈ રહ્યા હતા જેનો સ્વામી સૂર્યદેવ છે.

આટલો અભ્યાસ કર્યા પછી હવે આપણે વક્રી શનિના સમયગાળા દરમિયાન મેષથી મિન રાશિની સંભાવનાઓ તપાસીએ…

>> મેષ (અ,લ,ઈ) – યાત્રા, પ્રવાસની શક્યતાઓ જણાય છે. સૂર્ય મહારાજ ઊચ્ચના રાશિમાંથી પસાર થઈ રહ્યા છે. શોધ-સંશોધન ક્ષેત્રે લાભ જણાય. કાર્યમાં નિપુણતા વિશેષ રહેશે. આવકની દૃષ્ટિએ લાભ રહેશે પણ થોડો માનસિક પરીતાપ જણાય છે. તમારે મન મજબૂત રાખવું પડશે. શક્ય હોય તો સવારે થોડી હળવી કસરતો અવશ્ય કરવી.

>> વૃષભ (બ,વ,ઉ) – સિઝનલ રોગથી વધારે સાચવવાનું રહેશે. સાથે સાથે થોડો ધનવ્યય જણાય છે. યુવામિત્રોને પ્રેમ સંબંધો મજબૂત થવાનો સંકેત પણ મળતો જણાય છે. મિત્રો સાથે તથા વડીલો સાથે તમારે થોડું અંતર વધે પણ તમારે પ્રમાણિકતા જાળવવાની રહેશે.

>> મિથુન (ક,છ,ઘ)– કાર્યમાં ગળાડૂબ રહેવાશે. તમે જે ક્ષેત્રમાં કાર્ય કરતા હશો તે ક્ષેત્રમાં તમારી હથોટી વધશે. વડીલ જાતકો ભગવાન તરફ વધુ ઢળશે તેમની શ્રદ્ધામાં ખાસ્સો વધારો થશે. પરદેશ પ્રવાસની શક્યતા હું નકારી નથી શકતો પણ તમારે આરોગ્યમાં સાવધાની રાખવી પડશે.

>> કર્ક (ડ,હ) – યુવામિત્રોને વેવિશાળના યોગ સારી પેઠે રચાયા છે. સૂઝસમઝવાળું પાત્ર મળવાની સંભવાના વધુ છે. મિત્રો સાથે નિકટતા વધશે. જો પ્રેમના અંકુર ફૂટ્યા હશે તો સડસડાટ છોડ ઊગી નીકળે તેની નવાઈ નહીં. સરકારી ક્ષેત્રે સફળતા મળે. રાજકીય ક્ષેત્રે જોડાયેલાને વિશેષ લાભ જણાય છે. આરોગ્ય ક્ષેત્રે આંખોની સંભાળ જરા વિશેષ રાખવી પડશે.

>> સિંહ (મ,ટ) – જો તમે ડાયાબીટીસના રોગથી પીડાતા હોય તો સાવધ રહેજો. તમારા માટે આરોગ્ય પડકાર બનીને ઊભો રહી શકે છે માટે સાવધાન રહેજો. વેપાર ક્ષેત્રે હું કોઈ મોટી અડચણ જોતો નથી. પ્રવાસની શક્યતા વધુ રહેશે. જો તમારે પરદેશ જવું હોય તો કાર્યરત થઈ જજો, ગ્રહો સાથ આપતા જણાય છે.

>> કન્યા (પ,ઠ,ણ) – વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં જરા વિશેષ સાવધાની રાખવાની રહેશે. તમારો બુદ્ધિઆંક ઊંચો જશે તેમાં સંદેહ નથી પણ વધુ બુદ્ધિ, વધુ તર્ક કરવાની ક્ષમતા તમને ક્યાંક પાછા ન પાડી દે જોજો. પરિવારમાં નાના-મોટા કજીયા થઈ શકે છે માટે ભાષામાં તમારે સંયમ રાખવો પડશે.

>> તુલા (ર,ત) – હૃદયમાં ભક્તિભાવ રહે. ભગવાન શું છે… શાસ્ત્ર શું છે… તે બધુ તમને જાણવાની ઇચ્છા થાય. ઘરમાં કોઈક નવી ચીજવસ્તુ વસાવવાની શક્યતા છે. સ્થાનાંતરની શક્યતા પણ નકારી નથી શકાતી. પેટની બિમારીથી સાવવવાનું રહેશે. સંતાન સાથે તોડી ચઢભડ થઈ શકે છે માટે સાવધાન. વિદ્યાર્થીમિત્રોએ મન શાંત રાખવું. ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે પ્રમાણમાં સાનુકૂળ પરિસ્થિતિ રહેશે.

>> વૃશ્ચિક (ન,ય) – જો તમે પરણિત હોવ તો થોડો સંયમ વધુ જાળવજો. આપણી આબરૂ આપણા માટે સૌથી મોટી મિલકત છે એમ સમજવું. આપણા વર્તનથી કોઈ આપણી ઉપર શંકા ન કરે તે માટે સાવધાન રહેવું. પ્રવાસમાં નાની મોટી ઉપાધીનો સામનો કરવો પડે તેવું લાગે છે માટે આયોજન વ્યવસ્થિત કરજો.

>> ધન (ભ,ધ,ફ,ઢ) – નાનાભાઈ બહેન સાથે થોડો મતભેદ રહે. તમારી ભાષામાં કટાક્ષનો સ્વાદ ઉમેરાશે માટે થોડા મીઠાં બનજો. પરિવારમાં થોડું અંતર વધે તેવું લાગે છે. આરોગ્ય જાળવજો, ખોટી ચિંતાથી દૂર રહેજો… ચિંતા એ ચિતા સમાન છે એ ઊક્તિને ધ્યાનમાં રાખવી પડશે.

>> મકર (ખ,જ) – જીવનસાથી થોડો વધુ ધાર્મિક થશે. જીવનસાથીને થોડો પ્રવાસ પણ થઈ શકે છે. તમે જો કુંવારા હશો અને લગ્નવાંછુ હશો તો તમારા મન ઉપર પ્રેમના કાળાભમ્મર વાદળો ઘેરાશે. કોઈ પ્રેમીસાથી મળવાની શક્યતા ઘણી વધારે છે. ફેશન કરવાની ઇચ્છા થશે, ફિલ્મો જોવાની ઇચ્છા થશે.

>> કુંભ (ગ,શ,ષ,સ) – રાજકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે. સરકારી કાર્યો સાથે વધુ ઘરોબો થશે. હૃદયમાં આનંદ રહેશે. નવા ઘરનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. પરદેશથી તમને લાભ થતો જણાય છે. ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હશો તો વિશેષ નામના મળે તેવું જણાય છે.

>> મિન (દ,ચ,ઝ,થ) – એકનું એક કાર્ય ફરી વખત કરવું પડે તેવી સ્થિતિ બને. તમારે ખૂબ ચોક્સાઈ રાખવી જેથી ભૂલ ન પડે. કોઈ સરકારી માથાકૂટમાં નહીં સપડાવ તો આંખોની બિમારીથી વિશેષ સાવધાની રાખવી પડશે. તમારી ભાષા સૈદ્ધાંતિક હશે પણ થોડી આકરી હશે. તમારો લાભ તમારી ભાષાના કારણે પાછો પડી શકે છે. સમજી-વિચારીને કાર્ય કરશો તો વધુ સુંદર પરિણામ લાવી શકશો.

વક્રી શનિના ભ્રમણ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ, બજરંગબાણ સ્તુતિ, સુંદરકાંડના પાઠ, દ્વાદશ હનુમાનજીના નામસ્તોત્ર, શનિચાલીસા, શનિદેવનો પુરાણોક્ત મંત્ર તેમજ શનિવારે હનુમાનજી તેમજ શનિદેવના મંદિરે દર્શન કરવાથી અશુભ ફળમાં ઘણી રાહત મળી શકે છે.

આપણે મનુષ્યો કેવળ કર્મ કરી શકીએ છે. યોગ્ય સમયે યોગ્ય કર્મ કરીશું તો ચોક્કસ યોગ્ય ફળના અધિકારી બનીશું.

ઇતિ શુભમ્…

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર). મો- 9825522235 ઈ-મેલ – harisahitya@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન