Not Set/ બુલેટ ટ્રેનના કરારો 2015માં થયા હતા, વાઈરલ થયેલા મેસેજનું સત્ય જાણો

બુલેટ ટ્રેનના કરારોને લઈને કેટલાક મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતાં. RTI નો ખુલાસો આ મેેસેજમાં ટાંકવામાં આવ્યો હતો. હકીકત એ છે કે બુલેટ ટ્રેન અંગેના કરારો 2015માં સાઈન થયા હતાં. શીન્ઝો આબેની મુલાકાત મયે માત્ર શીલાન્યાસની વિધી થઈ હતી. આ હતી ઘટના, બુલેટ ટ્રેનને લઈને જાપાનના વડાપ્રધાનની હાજરીમાં કરારો થયા ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો. […]

Top Stories
modi abe2 759 બુલેટ ટ્રેનના કરારો 2015માં થયા હતા, વાઈરલ થયેલા મેસેજનું સત્ય જાણો

બુલેટ ટ્રેનના કરારોને લઈને કેટલાક મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતાં. RTI નો ખુલાસો આ મેેસેજમાં ટાંકવામાં આવ્યો હતો. હકીકત એ છે કે બુલેટ ટ્રેન અંગેના કરારો 2015માં સાઈન થયા હતાં. શીન્ઝો આબેની મુલાકાત મયે માત્ર શીલાન્યાસની વિધી થઈ હતી.

આ હતી ઘટના,

બુલેટ ટ્રેનને લઈને જાપાનના વડાપ્રધાનની હાજરીમાં કરારો થયા ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ગુજરાતની ભાજપ સરકારે બુલેટ ટ્રેનના સંદર્ભમાં કોઈ MoU કર્યા નથી આવો ઘડાકો જુનાગઢના એક RTI ઝૂંબેશકારે કર્યો છે. જાપાન વિભાગના ઉપસચિવ નીહારીકા સિંહે જણાવ્યુ છે કે, જ્યારે જાપાનના વડાપ્રધાન ભારત આવ્યા ત્યારે કોઈ સમજૂતી કરાર થયા નથી. જ્યારે મોદી સરકાર એવો દાવો કરે છે કે, બુલેટ ટ્રેન તેઓ લાવ્યા છે. જૂનાગઢના ઉદ્યોગપતિ અને RTI કાર્યકર્તા અતુલ શેખડાએ કેન્દ્ર સરકાર પાસેથી વિગતો માંગી હતી જેમાં સરકારે 13 ઓક્ટોબરના જવાબમાં આ હકીકત રજૂ કરી હતી. બુલેટ ટ્રેનનું ખાતમૂહુર્ત મુંબઈ કરવાનું હતું પણ ત્યાં વિવાદના કારણે જમીન ન મળતા અમદાવાદના સાબરમતી ખાતે ખાતમુહુર્ત કર્યું હતું. બુલેટ ટ્રેન અંગે હજુ જમીનનો સરવે પણ બાકી છે. તેનો પ્લાન પણ તૈયાર થયો નથી.