Not Set/ જામનગર/ લાખો ખર્ચીયા પછી પણ વર્ષોથી ધૂળ ખાતી ગુલાબનગર શાક માર્કેટ વેચાવાનો નિર્ણય…

વર્ષોથી ધૂળ ખાતી ગુલાબનગર શાક માર્કેટ વેંચાશે વેચાણનો લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય લાખોનું આંધણ કર્યા છતાં અસુવિધા ઇમલા સહિતની જગ્યા વહેંચી નાખવા કરાયો નિર્ણય  બિન ઉપયોગી શાક માર્કેટ ની થશે હરરાજી જામનગર મહાનગરપાલિકાએ અણધડ રીતે ઊભી કરેલી ગુલાબનગર વિસ્તારની શાક માર્કેટનો પ્રોજેકટ નિષ્ફળ ગયો છે. લાખોનું આંધણ કર્યા પછી અસુવિધાને લીધે આ શાક માર્કેટ બની […]

Gujarat Others
9e7fdc249f3df56c65b30f06a409818e જામનગર/ લાખો ખર્ચીયા પછી પણ વર્ષોથી ધૂળ ખાતી ગુલાબનગર શાક માર્કેટ વેચાવાનો નિર્ણય...
  • વર્ષોથી ધૂળ ખાતી ગુલાબનગર શાક માર્કેટ વેંચાશે
  • વેચાણનો લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
  • લાખોનું આંધણ કર્યા છતાં અસુવિધા
  • ઇમલા સહિતની જગ્યા વહેંચી નાખવા કરાયો નિર્ણય 
  • બિન ઉપયોગી શાક માર્કેટ ની થશે હરરાજી

જામનગર મહાનગરપાલિકાએ અણધડ રીતે ઊભી કરેલી ગુલાબનગર વિસ્તારની શાક માર્કેટનો પ્રોજેકટ નિષ્ફળ ગયો છે. લાખોનું આંધણ કર્યા પછી અસુવિધાને લીધે આ શાક માર્કેટ બની ત્યારથી જ બિન ઉપયોગી હોવાથી હવે જામનગર મહાનગરપાલિકાએ આ ઇમલા સહિતની જગ્યા વેંચી નાખવાનો નિર્ણય કર્યો છે. 

જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ કમિશ્નરની દરખાસ્તનો સ્વિકાર કરી ગુલાબનગરમાં ઘણા સમય પહેલા બનાવેલી શાક માર્કેટને વેંચવાનો ઠરાવ કર્યો હતો. જામનગર મહાનગરપાલિકાએ બનાવેલી ગુલાબનગરની આ શાક માર્કેટ બનાવી ત્યારથી બિનઉપયોગી બે – ત્રણ દિવસ માંડ ઉપયોગ કરાયો હતો. શાકભાજી કે – ફુટના વિક્રેતાઓ માટે ધંધો કરવા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને લીધે જામનગર મ.ન.પા.નો આ પ્રોજેકટ ધુળ ખાતો બન્યો હતો.

મુખ્ય રોડ ઉપરથી આ જગ્યા બિન ઉપયોગી પડી હોવાની કમિશ્નર સતિષ પટેલે આ જગ્યા ઇમલા સહિત વેચવાની દરખાસ્ત તૈયાર કરી કમિટિને મોકલી હતી જેનો સૈધ્ધાંતિક સ્વિકાર કરાતા આગામી દિવસોમાં હરરાજીથી આ જગ્યાનું વેંચાણ કરવામાં આવશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews