Not Set/ જામનગર/ લોકડાઉન વચ્ચે કળયુગી પુત્રએ છરીના ઘા ઝીંકી પિતાની કરી હત્યા

એક તરફ દેશમાં કોરોના કહેરના કારણે લોકડાઉન ચાલુ છે. તો બીજી તરફ કેટલીક જગ્યાઓએ હત્યા, આત્મહત્યા જેવા બનાવો બની રહ્યા છે. લોકડાઉન વચ્ચે જામનગરમાં કળિયુગી પુત્રએ પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પુત્રએ છરીના ઘા ઝીંકી પિતાને મોતને ઘટ ઉતાર્યો હતો. આ મામલે મળતી માહિતી અનુસાર જામનગરના […]

Gujarat Others
66c03a353f90a54c179b7deff39fa7b0 જામનગર/ લોકડાઉન વચ્ચે કળયુગી પુત્રએ છરીના ઘા ઝીંકી પિતાની કરી હત્યા

એક તરફ દેશમાં કોરોના કહેરના કારણે લોકડાઉન ચાલુ છે. તો બીજી તરફ કેટલીક જગ્યાઓએ હત્યા, આત્મહત્યા જેવા બનાવો બની રહ્યા છે. લોકડાઉન વચ્ચે જામનગરમાં કળિયુગી પુત્રએ પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પુત્રએ છરીના ઘા ઝીંકી પિતાને મોતને ઘટ ઉતાર્યો હતો.

આ મામલે મળતી માહિતી અનુસાર જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ યોગેશ્વરધામ સોસાયટીમાં રાત્રિના સમયે પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ  ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે ફરાર થયેલા આરોપી પુત્રની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.