Not Set/ જીવની ચિંતા વિના 10 કિલોના બોમ્બ સાથે સિંઘમ પોલિસે દોટ મૂકી

મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ચિતોરા ગામના પોલિસ ખાતાંને ગર્વ અપાવતો કિસ્સો સામે આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ અભિષેક પટેલે જીવની પરવાહ કર્યા વિના આ પરાક્રમ કર્યુ છે. મધ્યપ્રદેશના ચિતોરા ગામમાં એક શાળામાં બોમ્બ મળી આવતાં પોલિસ મુંઝવણમાં મૂકાઈ હતી.આ શાળામાં 400 વિદ્યાર્થી અભ્યાસ કરતાં હતાં.જ્યાં અભિષેકે આ બોમ્બના ફુટવા અંગે એક મિનીટનો વિચાર કર્યા વિના જ 400 […]

India
bhopal જીવની ચિંતા વિના 10 કિલોના બોમ્બ સાથે સિંઘમ પોલિસે દોટ મૂકી

મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ચિતોરા ગામના પોલિસ ખાતાંને ગર્વ અપાવતો કિસ્સો સામે આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ અભિષેક પટેલે જીવની પરવાહ કર્યા વિના આ પરાક્રમ કર્યુ છે. મધ્યપ્રદેશના ચિતોરા ગામમાં એક શાળામાં બોમ્બ મળી આવતાં પોલિસ મુંઝવણમાં મૂકાઈ હતી.આ શાળામાં 400 વિદ્યાર્થી અભ્યાસ કરતાં હતાં.જ્યાં અભિષેકે આ બોમ્બના ફુટવા અંગે એક મિનીટનો વિચાર કર્યા વિના જ 400 બાળકોના જીવની ચિંતા કરી એક કિલોમીટર સુધી 10કિલોનો બોમ્બ લઈ દોટ મૂકી હતી.

આ ધટના બાદ અભિષેકે કહ્યુ કે તે સમયે મને મારા જીવ કરતાં બાળકોના જીવની વધારે ચિંતા હતી.જેને જોતા અભિષેકે દસ કિલોગ્રામ વજનનો લશ્કરમાં વપરાતો બોમ્બ લઈને તે વિસ્ફોટકને એક કિલોમીટર દુર ફેંકી આવ્યો હતો.આ બોમ્બ શાળામાં ક્યાંથી પહોચ્યો તેની કોઈ ખબર મળી નથી પરંતુ નજીકમાં જ ભારતીય સેનાનું મથક છે.આ બોમ્બ ત્યાંથી આવ્યો હોવાની આશંકાઓ જણાઈ રહી છે.બીજી તરફ કોન્સ્ટેબલ પટેલના જણાવ્યા પ્રમાણે આ બોમ્બ ફુટે તો તેની અસર 500મીટર સુધીના વિસ્તારમાં થઈ શકે છે.તેઓ આગાઉ પણ આ પ્રકારનાં બોમ્બને સલામત સ્થળે ખસેડી ચુક્યાં છે.કોન્સ્ટેબલ પટેલને તેની બહાદુરી અંગે ઈનામ આપવાની ધોષણા સાગર રેન્જના આઈજી સતીષ સક્સેનાએ કરી છે.