Coroanaviruus/ કર્ણાટકની શાળામાં 59 વિદ્યાર્થીઓ સહિત 69 લોકો કોરોનાથી સંક્રમિત..

કર્ણાટકની એક શાળામાં કોરોના સંક્રમિત લોકો જોવા મળ્યા છે. ડીએચઓ ડૉક્ટર ઉમેશે જણાવ્યું કે ચિકમગલુરની એક શાળામાં એક સાથે 69 લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે

Top Stories India
9 3 કર્ણાટકની શાળામાં 59 વિદ્યાર્થીઓ સહિત 69 લોકો કોરોનાથી સંક્રમિત..

કર્ણાટકની એક શાળામાં કોરોના સંક્રમિત લોકો જોવા મળ્યા છે. ડીએચઓ ડૉક્ટર ઉમેશે જણાવ્યું કે ચિકમગલુરની એક શાળામાં એક સાથે 69 લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. તેમાંથી 59 વિદ્યાર્થીઓ છે, જ્યારે 10 સ્ટાફ મેમ્બર છે. ડૉક્ટર ઉમેશ કહે છે કે સંક્રમિત મળી આવેલા તમામ લોકો એસિમ્પટમેટિક છે એટલે કે કોઈએ પણ કોરોના સંબંધિત કોઈ લક્ષણો દર્શાવ્યા નથી. તેમણે કહ્યું કે અમે આરોગ્ય અને તબીબી સ્ટાફ તૈનાત કર્યો છે, જેઓ હોમ આઇસોલેશનના પ્રોટોકોલ અનુસાર દરેકની સારવાર કરી રહ્યા છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ એસએન ઉમેશે જણાવ્યું હતું કે, “અમે જવાહર નવોદય વિદ્યાલયમાં 457 લોકોની તપાસ કરી છે, જેમાંથી 59 વિદ્યાર્થીઓ અને 10 કર્મચારીઓ ચેપગ્રસ્ત જણાયા છે. ચેપગ્રસ્ત મળી આવેલા કોઈપણ દર્દીઓમાં રોગના કોઈ લક્ષણો નથી, તેમ છતાં અમે તેમને ક્વોરેન્ટાઈન કર્યા છે.

અધિકારીએ કહ્યું કે અહીં તમામ લોકોની તપાસનો રિપોર્ટ મળ્યો હતી અને તેમાંથી 69 સંક્રમિત મળી આવ્યા હતા. ઉમેશે એમ પણ જણાવ્યું કે જવાહર નવોદય વિદ્યાલયના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને રસી આપવામાં આવી છે. દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રે અસ્થાયી ધોરણે શાળાને સીલ કરી દીધી છે અને ત્યાં ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે.