Not Set/ જુઓ લોક ગાયિકા રાજલ બારોટના પહેલા સોંગથી લઈને તેનુ ફેવરિટ ફૂડ અને ફેમિલી વિશેની રસપ્રદ વાતો

ગુજરાતનો વારસો ગુજરાતની સંસ્કૃતિ અદ્ભૂત છે અને એમાં પણ ગુજરાતનુ લોકસંગીત પ્રખ્યાત છે ત્યારે લોકસંગીતના વારસાને જાળવી રાખવામાં લોકગાયક અને લોકગાયિકાનો ફાળો રહેલો છે.લોકગાયિકા તરીકે ઉભરી આવનાર પ્રખ્યાત લોકગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટના સોંગસ પણ ફેમસ થઈ રહયા છે ત્યારે જાણીએ રાજલ બારોટ વિશે કેટલીક રસપ્રદ વાતો રાજલ બારોટનો જન્મ 20-10-1993ના રોજ પાટણથી થોડે […]

Entertainment
871a5a25 e5dc 4acd 8803 6efa24c501c8 જુઓ લોક ગાયિકા રાજલ બારોટના પહેલા સોંગથી લઈને તેનુ ફેવરિટ ફૂડ અને ફેમિલી વિશેની રસપ્રદ વાતો

ગુજરાતનો વારસો ગુજરાતની સંસ્કૃતિ અદ્ભૂત છે અને એમાં પણ ગુજરાતનુ લોકસંગીત પ્રખ્યાત છે ત્યારે લોકસંગીતના વારસાને જાળવી રાખવામાં લોકગાયક અને લોકગાયિકાનો ફાળો રહેલો છે.લોકગાયિકા તરીકે ઉભરી આવનાર પ્રખ્યાત લોકગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટના સોંગસ પણ ફેમસ થઈ રહયા છે ત્યારે જાણીએ રાજલ બારોટ વિશે કેટલીક રસપ્રદ વાતો

રાજલ બારોટનો જન્મ 20-10-1993ના રોજ પાટણથી થોડે દુર આવેલ બાલવા ગામે થયો હતો.પિતાનુ મણિરાજ બારોટ અને માતાનુ નામ જસોદાબેન બારોટ છે.રાજલને ત્રણ બહેનો છે મેઘલ,હીરલ અને તેજલ..રાજલ બારોટએ 10 ધોરણ સુધીનુ શિક્ષણ મેળવ્યુ છે.રાજલ બારોટને સિંગિગ અને ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ છે રાજલ બારોટને ગુજરાતી મુવિસમાં ઢોલો મારા મલકનો અને તેના પિતાના બધા જ મુવીસ ખૂબ જ ફેવરિટ છે ત્યારે હિન્દી મુવીમાં હમ સાથ સાથ હે અને સ્વર્ગ મુવી જોવુ ઘણુ પંસદ છે તો હોલિવુડની ફાઈનલ ડેસ્ટીનેશન સિરીજ પણ રાજલને પંસદ છે તો વળી સલમાન ખાન અને કરીના કપૂર તેને ફેવરિટ છે.રાજલ બારોટના ફેવરિટ સિંગર તેના પિતા મણિરાજ બારોટ છે તો સૌ કોઈના ફેવરિટ એવા કિર્તીદાન ગઢવી અને વનિતા બારોટ પણ રાજલના પંસદ છે.ત્યારે ડોમિનોઝના પિઝા, દાલ ઢોકળી અને ખીચડી રાજલનુ ફેવરિટ ફૂડ છે.રાજલને ભાઈ નથી પણ તે તેની બહેનો માટે દરેક જવાબદારી નિભાવે છે. રક્ષાબંધનના પર્વ પર રાજલ અને તેની બહેનો એકબીજાને રાખડી બાંધે છે.રાજલની લાઈફમાં ટર્નીગ પોઈન્ટ ત્યારે આવે છે જયારે મણિરાજ બારોટ અેટલે તેના પિતાનુ નિધન થઈ જાય છે.રાજલને તલવારબાજી કરવી ઘણી પંસદ છે તે તેના કાર્યક્રમમાં સિંગિગની સાથે તલવારબાજી પણ કરતી નજરે પડે છે .રાજલનુ ફેવરિટ ફેસ્ટીવલ નવરાત્રી છે.જીન્સ,ટી-શર્ટ રાજલના ફેવરિટ આઉટફિટ છે.રાજલને ધાર્મિક પુસ્તકો વાંચવા ગમે છે તે ફુરસદના સમયમાં વાંચન કરતી હોય છે રાજલ બારોટનુ એક દંતા સોંગ લોકોને ખૂબ પંસદ પડયુ છે રાજલ બારોટએ તેનો પહેલો કાર્યક્રમ કપડવંજમાં આપ્યો હતો.ે