Not Set/ હોન્ડા 22,000 કારને માર્કેટમાંથી પાછી ખેંચશે,જાણો કેમ

દિલ્હી તમને જાણીને નવાઈ લાગશે કે જાણીતી ઓટો કંપની હોન્ડા પોતાની  ૨૨,૮૩૪ કારને પાછી ખેંચવા જઇ  રહી છે. આ કારમાં એકોર્ડ સીટી અને જેઝ મોડલનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે હોન્ડાના આ  મોડેલ્સમાં એર બેગની ખામી વર્તાઈ હતી જેના કારણે કંપનીએ આ કાર રીકોલ કરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે તે ભારતમાં પોતાની […]

Business
11597 હોન્ડા 22,000 કારને માર્કેટમાંથી પાછી ખેંચશે,જાણો કેમ

દિલ્હી

તમને જાણીને નવાઈ લાગશે કે જાણીતી ઓટો કંપની હોન્ડા પોતાની  ૨૨,૮૩૪ કારને પાછી ખેંચવા જઇ  રહી છે. આ કારમાં એકોર્ડ સીટી અને જેઝ મોડલનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે હોન્ડાના આ  મોડેલ્સમાં એર બેગની ખામી વર્તાઈ હતી જેના કારણે કંપનીએ આ કાર રીકોલ કરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે તે ભારતમાં પોતાની ડીલરશીપ દ્રારા પાછી મંગાવવામાં આવેલ કારની એરબેગ ફ્રી બદલાવી આપશે.

 હોન્ડાના ભારતીય એકમ હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડે જણાવ્યુ છે કે અત્યારે જે કારને રિકોલ કરવામાં આવી છે તેનુ ઉત્પાદન ૨૦૧૩માં કરવામાં આવ્યુ હતુ. કંપનીના જણાવ્યા અનુસાર અકોર્ડ, સિટી અને જેઝ મોડલની ૨૨,૮૩૪ કારની ફ્રન્ટ એરબેગ ઈન્ફ્લેટર બદલીને બદલશે.

કંપનીના જણાવ્યા અનુસાર પ્રિમિયમ સેડાન અકોર્ડના ૫૧૦યુનિટ, હોન્ડા સિટીના ૨૨.૦૮૪ યુનિટ અને જેઝના ૨૪૦ યુનિટને ભારતમાંથી રિકોલ કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા સમગ્ર દેશમાં ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.