ભાવવધારો/ છેલ્લા એક મહિનામાંં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં લાગી આગ, આજે ફરી વધ્યો ભાવ

પેટ્રોલ ડીઝલની ના ભાવ માં થતા વધારાથી  સામાન્ય વ્યક્તિની હાલત ખરાબ થતી જોવા મળી રહી છે

Business
Untitled 58 છેલ્લા એક મહિનામાંં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં લાગી આગ, આજે ફરી વધ્યો ભાવ

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલની ના ભાવ માં થતા વધારાથી  સામાન્ય વ્યક્તિની હાલત ખરાબ થતી જોવા મળી રહી છે . ત્યારે આજે ફરી  પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યા છેઆજે  ફરીથી પેટ્રોલ 35 પૈસા મોંઘું થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100.56 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે અને ડીઝલનો ભાવ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે.

આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં નવા ભાવ વધારા સાથે પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.41 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.54 રૂપિયા પર પહોંચી છે.ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.61 રૂપિયા અને ડિઝલની કિંમત 96.74 રૂપિયા પર પહોંચી છે.રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.19 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.34 રૂપિયા પર પહોંચી છે.વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.08 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.21 રૂપિયા પર પહોંચી છે.જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.33 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.47 રૂપિયા પર પહોંચી છે.જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.01 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.16 રૂપિયા પર પહોંચી છે.સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.43 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.58 રૂપિયા પર પહોંચી છે.