Not Set/ જૂનાગઢમાં બે કલાકમાં 6 ઇંચઃ નદીમાં ઘોડાપુર, પાણી ઘૂસી ગયા

બુધવારે દિવસ ભર વાદળછાયું વાતાવરણ રહ્યું, જૂનાગઢમા કયારે તડક તો કયારે વાદળા ઘેરાતા હતાં. લોકોને થયું આજે વરસાદ ઉઠી ગયો. સાંજનાં 4 વાગતા વાદળો ઘેરા. વરસાદ માહોલ જામ્યો. કડકા અને વિજળી સાથે છ વાગ્યાની આસપાસ મેઘાનું આગમન થયું. છેલ્લા દિવસોનાં ઝરમ ઝરમ વરસાદનું બે કલાકમાં સાટુ વાળી દીધી. જૂનાગઢનાં ગિરનર અને જંગલમાં રીતસરનો વરસાદ તુટી […]

Gujarat
18 1500491788 જૂનાગઢમાં બે કલાકમાં 6 ઇંચઃ નદીમાં ઘોડાપુર, પાણી ઘૂસી ગયા

બુધવારે દિવસ ભર વાદળછાયું વાતાવરણ રહ્યું, જૂનાગઢમા કયારે તડક તો કયારે વાદળા ઘેરાતા હતાં. લોકોને થયું આજે વરસાદ ઉઠી ગયો. સાંજનાં 4 વાગતા વાદળો ઘેરા. વરસાદ માહોલ જામ્યો. કડકા અને વિજળી સાથે છ વાગ્યાની આસપાસ મેઘાનું આગમન થયું. છેલ્લા દિવસોનાં ઝરમ ઝરમ વરસાદનું બે કલાકમાં સાટુ વાળી દીધી. જૂનાગઢનાં ગિરનર અને જંગલમાં રીતસરનો વરસાદ તુટી પડ્યો હતો. ગિરનારમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. બે કલાકમાં છ ઇંચ વરસાદ પડતા ગિરનારમાંથી વરસાદી પાણુ છુટ્યું હતું અને સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યું હતું.
રાધારમણ દામોદર મંદિરનાં પગથિયાએ પાણી પહોંચી ગયું હતું. તેમ દામોદર કુંડનાં પુલને અડીને પાણી જવા લાગ્યું હતું. તેમજ સક્કરબાગ પાસે આવેલા પુલને પણ પાણી અડી ગયું હતું. જૂનાગઢનાં છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા દોલતપરા, માર્કેટીંગ યાર્ડ રોડ, મજેવડી દરવાજા, તળાવ દરવાજા, વૈભવ ફાટક, બસ સ્ટેશન સહિતનાં વિસ્તારમાં ગોઠણ ડુબ પાણી ભરાઇ ગયા હતાં. જયારે ગિરનાર દરવાજા પાસે ખાનગી હોટલની બાજુમાં, અશોક શીલાલેખ પાસે પણ ડીવાઇડર સુધી પાણી ભરાઇ ગયા હતાં. બુધવારે સાંજે ગિરનાર વરસ્યો હતો તો બીજી તરફ જૂનાગઢનાં પશ્વિમ ભાગમાં માત્ર ઝાપટાં જ પડ્યાં હતાં. મોતીબાગથી આગળ દીપાંજલી, મધુરમ વિસ્તારમાં માત્ર છાટાં પડ્યાં હતાં.